રજુઆત:રેલવે મુસાફરીમાં સિનીયર સિટીઝનને મળતું ટીકીટ કન્સેશન પુનઃ શરૂ કરો

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કાર્યકર દ્વારા સાંસદ ધડુકને રજુઆત કરવામાં આવી

સિનિયર સિટીઝનોને રેલવે મુસાફરીમાં મળતું ટીકીટ કન્સેશન પુનઃ શરૂ કરવાની માંગ સાથે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે સાંસદને રજુઆત કરી છે.માર્ચ 2020મા કોરોનાને પગલે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. કોરોના પહેલા વરિષ્ઠ નાગરિકોને ટીકીટ પર કન્સેશન મળતું હતું. જેમાં સિનિયર સીટીઝન મહિલાઓને 50 ટકા અને સિનિયર સીટીઝન પુરુષને 40 ટકા ટીકીટ પર કન્સેશનની છૂટ હતી. સિનિયર સિટીઝનો ટ્રેનની મુસાફરી કરી કન્સેશનનો લાભ લેતા હતા. કોરોના સંક્રમણ ઓછું થતા છૂટછાટો મળતા ટ્રેનો શરૂ કરવામા આવી છે.

પરંતુ સિનિયર સિટીઝનોને રેલવે મુસાફરીમાં ટીકીટ પર કન્સેશન આપવામાં આવતું નથી. અનેક સિનિયર સિટીઝનો ટ્રેનની મુસાફરી કરે છે અને ફરવા સહિત વિવિધ કામો માટે અન્ય જિલ્લા કે રાજ્યો ખાતે ટ્રેન મારફત અવરજવર કરે છે. આ સિનિયર સિટીઝનોને રેલવે મુસાફરીમાં ટીકીટમા કન્સેશન આપવામાં આવે તેવી માંગ સાથે પોરબંદર શહેર ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ રસિકભાઈ પઢીયારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને સાંસદ રમેશભાઈ ધડુકને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...