પોરબંદર સરકારી કર્મચારી સોસાયટી પાસે વાડી વિસ્તાર માં એક શ્વાન કૂવામાં 2 દિવસથી પડી ગયેલ હતું. એ અંગેની જાણ ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલના સભ્યોને થતાં તાત્કાલિક પોરબંદર ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા, ફાયર બ્રિગેડ ટીમના ગાંગાભાઈ ઓડેદરા, જતિન ચાવડા, ભરતગર રામદતી, કેતન બારીયા, પ્રકાશ કોટિયા દ્વારા સતત 2 કલાકની જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરી શ્વાન બહાર કાઢવામાં આવ્યું હતું. શ્વાનની સારવાર માટે 1962 કરુણા એનિમલ હેલ્પલાઇન નો સંપર્ક કરતા ડો.પંકજ વેણ અને પાયલોટ દિવ્યેશ વૈરાગનાથ સ્થળ પર પહોંચી ગયા હતા. અને સારવાર કરી શ્વાનનો જીવ બચાવ્યો હતો.
જીવદયા પ્રેમી સંદીપ ઓડેદરા અને રાજ સોમૈયા સમગ્ર રેસક્યું અને સારવાર દરમિયાન હાજર રહ્યા હતા અને ત્યાર બાદ તેઓ આ શ્વાનને વધુ સાર સંભાળ માટે ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ ફેર ટ્રસ્ટ ખાતે લઈ આવ્યા હતા. ત્રણ દિવસની સંભાળ બાદ શ્વાનને ફરીથી એની જગ્યા પર રિલીઝ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.