તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Requests For Ration Card Details Of Government Employees, Families Who Take Government Foodgrains Will Not Get Foodgrains Even Though They Are Not Required, The Benefit Will Be Removed By Searching The Data

જિલ્લા પુરવઠા વિભાગની પહેલ:સરકારી કર્મીઓના રાશનકાર્ડની વિગતો મંગાવી, જરૂરિયાત ન હોવા છતાં સરકારી અનાજ લેનાર પરિવારોને અનાજ નહિ મળે, ડેટા સર્ચ કરી લાભ દૂર કરાશે

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ઝુંબેશ અંતર્ગત કેટલી કામગીરી થશે તે જોવાનું રહ્યું : આરટીઓ પાસેથી ફોર વ્હિલ વાહન ચાલકોના લિસ્ટ મંગાવ્યા

જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે જેમાં તમામ સરકારી કર્મીઓના રાશનકાર્ડની વિગતો મંગાવી છે તેમજ આરટીઓ પાસેથી ફોર વહીલ વાહન ચાલકોના લિસ્ટ મંગાવ્યા છે. જરૂરિયાત ન હોવા છતાં સરકારી અનાજ લેનાર પરિવારોને અનાજ નહિ મળે. ડેટા સર્ચ કરી લાભ દૂર કરાશે. આ ઝુંબેશ અંતર્ગત કેટલી કામગીરી થશે તે જોવાનું રહ્યું.

પોરબંદરમાં જે તે વખતે બીપીએલ રાશન કાર્ડમા અનેક પરિવારોએ નામ નાખવી બીપીએલ કાર્ડ મેળવી લીધા છે અને સરકાર દ્વારા અપાતા અનાજ નો લાભ લેવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે જે પરિવાર પાસે ઝૂંપડું હોય, પાકા મકાન ન હોય, વાહન ન હોય તેવા ગરીબ પરિવારોને રાશનકાર્ડમાં અનાજનો લાભ મળવાનો થતો હોય છે પરંતુ મોટાભાગના સક્ષમ પરિવારો પણ સસ્તા અનાજની દુકાન માંથી અનાજ લેતા હોય છે અને જે સાચા અર્થમાં હક્કદાર છે તેવા ગરીબ પરિવાર સરકારી અનાજથી વંચિત રહી છે. જોકે પોરબંદર જિલ્લામાં હાલ તો બીપીએલ કાર્ડ નવા ઇસ્યુ કરવાના બંધ કર્યા છે અને NFSA તેમજ નોન NFSA કાર્ડ મુજબ લાભ મળે છે.

જોકે જુના બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને અનાજનો લાભ ચાલુ રાખવામાં આવ્યો છે. જે પરિવારોને સાચા અર્થમાં સરકાર દ્વારા અપાતા અનાજની જરૂર છે તેવા લોકો અનાજથી વંચિત ન રહે અને જે સક્ષમ હોવા છતાં સરકારી અનાજનો લાભ મેળવે છે તે માટે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક દ્વારા તમામ સરકારી વિભાગોમાં પત્ર લખી દરેક સરકારી કર્મચારીઓના રાશનકાર્ડના નંબર સહિતની વિગતો મંગાવી છે. તેમજ આરટીઓ ખાતેથી પણ તાલુકા વાઇઝ ફોર વહીલ ધારકોની વિગતો મંગાવી છે. જેથી તેઓ તમામના રાશનકાર્ડના નંબર સહિતના ડેટા સર્ચ કરી તેઓના નામ NFSL કાર્ડની યાદી માંથી દૂર કરવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. અને આ NFSA કાર્ડ માંથી સરકારી કર્મીઓના નામ દૂર કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે તેવું પણ જણાવ્યું છે. મહત્વની વાત એ છે કે સક્ષમ પરિવાર અને સરકારી કર્મીઓ સરકારી અનાજનો લાભ મેળવી રહ્યા છે ત્યારે નામ દૂર કરવાની ઝુંબેશ કેટલી કારગત નીવડશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું.

કાર્ડ ધારકોને કેટલું સરકારી અનાજ મળે છે?
કાર્ડ ધારકોને 1 વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખા મળે છે જ્યારે અંત્યોદય કાર્ડ ધારકોને 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળે છે.

40 સરકારી કર્મીના નામ યાદીમાંથી કાઢ્યા
જિલ્લા પુરવઠા અધિકારીએ મંગાવેલ સરકારી કર્મીઓની વિગતમાંથી દેતા સર્ચ કરતા 40 સરકારી કર્મીના નામ NSFA યાદીમાંથી કાઢી નખાયા છે.

જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું કે,અગાવ જે પરિવાર સક્ષમ ન હતો અને સરકારી અનાજ લેતા હતા. હાલ જે સક્ષમ થયા છે અને જેને સરકારી અનાજની જરૂરિયાત નથી તેવા લોકોએ પોતાનો હક્ક જતો કરી અને સ્વૈરિછક રીતે પોતાના કાર્ડ માંથી હક્ક જતો કરવો જોઈએ. જેથી ગરીબ પરિવારોને અનાજ નો લાભ મળે આ માટે જે તે તાલુકાના મામલતદાર નો સંપર્ક કરી હક્ક કમી માટે અરજી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...