પોરબંદર શહેરની આજુબાજુના વિસ્તારમાં તાજેતરમાં 3-4 સિંહોએ દેખા દેતા પર્યાવરણ પ્રેમીઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા અને તેમણે જિલ્લા ફોરેસ્ટ અધિકારીશ્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે સિંહોને અહીં પુનઃ વસવાટ કરાવવા અંગે જો પ્રયાસ કરવામાં આવે તો પોરબંદર શહેરના પર્યટન ક્ષેત્રને સારો એવો ફાયદો થઇ શકે તેમ છે.
પોરબંદર શહેરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ પોરબંદર જિલ્લાના ફોરેસ્ટ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે પોરબંદર શહેરના રક્ષિત જંગલ વિસ્તારમાં તથા જુના રહેઠાણ વિસ્તારમાં બે થી ત્રણ સિંહ જોવા મળેલ હતા અને ભૂતકાળમાં પણ પોરબંદર અને આસપાસના બરડાના જંગલોમાં સિંહો વસવાટ કરતા હતા બાદમાં આ સિંહોએ ગીર તરફ સ્થળાંતર કરેલ હતું. હવે જ્યારે આ એશિયાટીક પ્રજાતિના સિંહો ફરી આપમેળે પોરબંદરની આસપાસના જુના વિસ્તારમાં સ્થાયી થવા માંગે છે
ત્યારે પોરબંદર નજીકના આ રક્ષિત જંગલ વિસ્તારમાં તેમને વસવાટ કરવા દેવો જોઈએ અને સિંહો આ વિસ્તારમાં જ સ્થાયી થઈ જાય તેવા પ્રોજેક્ટ હાથ ધરવા જોઈએ. જો આ એશિયાટિક પ્રજાતિના સિંહો પોરબંદરની આસપાસના વિસ્તારોમાં કાયમી વસવાટ કરવા માંગશે તો જેમ સોનામાં સુગંધ પડે તે રીતે પોરબંદર ભારતનું તથા વિદેશી પ્રવાસીઓને આકર્ષતું પ્રવાસી સ્થળ બની શકે છે અને જેને લીધે પોરબંદર શહેરના લોકોને પણ વ્યવસાય ક્ષેત્રે ઘણો લાભ મળી શકે તેમ છે. વળી ગોસાબારા વેટલેન્ડ પક્ષી નગરી ભારતનું સૌથી મોટો જળપ્લાવિત વિસ્તાર હોય આ ક્ષેત્રનો વિકાસથી પર્યટનક્ષેત્રે મોટો ફાયદો મળી શકે તેમ છે.
રક્ષિત જંગલ વિસ્તારમાં સિંહ વસવાટ કરે તો થતા ફાયદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.