માંગણી:કુતિયાણા પંથકમાં ખેડૂતોના પાકને નુકસાન થતાં રજૂઆત

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળી કપાસનો પાક પાણીમાં ગરકાવ બન્યો

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં સતત પડેલા વરસાદને લીધે ખેડૂતનો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તેવી કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી રજુવાત કરી છે. કુતિયાણા તાલુકાના કટવાણા અને ખારીયા વિસ્તારમાં 60 જેટલા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હોવાના કારણે ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ બન્યા છે.

મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. જેથી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓએ સ્થળે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોવા અંગે સ્થાનિક ખેડૂતો સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. કુતિયાણા મામલતદાર કચેરી ખાતે મામલતદારને રજૂઆત કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...