માંગ:બોખીરામાં સફાઈ, પાણી અને રસ્તાની સુવિધા મુદ્દે નગર પાલિકામાં રજૂઆત

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે સ્થાનિકોને હાલાકી પડતી હોવાથી સત્વરે યોગ્ય કરવા માંગ કરી

પોરબંદર શહેરમાં આવેલ બોખીરા વિસ્તારમાં સ્થાનિકોને સફાઈ, પાણી અને રસ્તા મુદ્દે મુશ્કેલી પડતી હોવાના કારણે કોંગ્રેસે પાલિકાને રજૂઆત કરી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઇ બાપોદરાએ બોખીરા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખી બીએસયુપી યોજના હેઠળ બનાવવામાં આવેલ આવાસોની મુલાકાત લીધી હતી, અને અહીં અનેક પ્રકારની સમસ્યાઓ ધ્યાને આવી હતી.

આ અંગે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. મકાનોના સ્લેબ માંથી પોપડા પડતા હોય જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે. સીડીમાં રેલિંગ ફિટ કરેલ ન હોય તેમજ રેલિંગ ન હોવાથી બાળકો અને વૃદ્ધોને ચડવા ઉતરવા મુશ્કેલી વેઠવી પડે છે. પીવાનું પાણી અનિયમિત રીતે તેમજ અપૂરતા પ્રમાણમાં આવે છે, સાથોસાથ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. કચરાપેટીમાંથી કચરો ખાલી કરવામાં આવતો ન હોવાના કારણે ગંદકીથી મચ્છર, જીવનનું જંતુનો ઊપદ્રવ રહ્યો છે.

પાર્કિંગ વિસ્તારમાં લાઈટો નથી, અંધકાર પટ છવાયો છે. આ અંગે ઓબીસી સેલના પ્રમુખ વિજયભાઇ બાપોદરાએ જણાવ્યું હતું કે સરકારે આવાસ બાદ હાથ ઉચા કરી દીધા હોય અને સ્થાનિકોના પ્રશ્ને તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોવાનું કહ્યું હતું. આ અંગે તેઓએ નગરપાલિકાના તંત્રને રજૂઆત કરી સ્થાનિકોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જો યોગ્ય નહીં કરવામાં આવે તો આવાસમાં વસવાટ કરતા સ્થાનિકોને સાથે રાખીને ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...