તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા સમાચાર:જિલ્લામાં 37 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરની બન્ને કોવિડ ખાતે દર્દીઓના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો, હાલ 214 કેસ એક્ટિવ છે
 • બન્ને કોવિડ અને કોવિડ સેન્ટર ખાતે 300થી વધુ દર્દી ઓક્સિજન પર
 • આજે 24 કલાકમાં 1 પોઝિટિવ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 7 દર્દીના મોત થયા, ગઈકાલે 14 કોરોના પોઝિટીવ દર્દીઓના મૃત્યુ થયા હતા

પોરબંદરની બન્ને કોવિડ ખાતે દર્દીઓના મોતની સંખ્યામાં સદનસીબે ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 14 દર્દીઓના મૃત્યુ થયા હતા. આજે 24 કલાકમાં 1 પોઝિટિવ દર્દી અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 7 દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. બન્ને કોવિડ તેમજ કોવિડ સેન્ટર ખાતે 300થી વધુ દર્દી ઓક્સિજન પર છે. પોરબંદરમાં 24 કલાકમાં 37 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

40 દર્દી ડિસ્ચાર્જ થયા છે.પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દી તેમજ જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારી બન્ને કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ખાતે બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. ગઈકાલે 24 કલાકમાં બન્ને કોવિડ ખાતે સારવાર દરમ્યાન 14 દર્દી કે જેનો રિપોર્ટ નેગેટિવ પરંતુ લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ હોય તેવા નેગેટિવ દર્દીના મોત થયા હતા. પરંતુ સદનસીબે આવા દર્દીનો મૃત્યુ આંકમાં 24 કલાકમાં ઘટાડો નોંધાયો છે.

સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 1 પોઝિટિવ દર્દી અને 7 નેગેટિવ દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. હાલ સિવિલ કોવિડ અને નર્સિંગ કોવિડ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે કુલ 300થી વધુ દર્દી ઓક્સિજન પર છે.પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 616 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 37 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જેમાં પોરબંદરના છાયા, ખાસ જેલ, કડીયાપ્લોટ, ખારવાવાડ, મિલપરા, જ્યૂબેલી, જુરીબાગ, બોખીરા સહિતના વિસ્તારો માંથી તેમજ નવીબંદર, સોઢાણા, વાછોડા, પસવારી, કુતિયાણા, વડવાળા, સીમાણી ગામ માંથી 4 વર્ષની બાળકી તેમજ 18 થી 79 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1608એ પહોંચ્યો છે. જ્યારે 40 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1385એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 214 કેસ એક્ટિવ છે જેમાંથી 69 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

13 દર્દી કોવિડ કેર સેન્ટર ખાતે તથા 141 દર્દી હોમ આઈસોલેટ થયા છે. અત્યાર સુધીમાં 139432 કુલ ટેસ્ટ થયા છે. દેશભરમાં કોરોનાના સંક્રમણથી પોઝિટીવ દર્દીઓની કેસની સંખ્યામાં વધારો થયો છે. શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં સંક્રમણ વધતા ચોતરફ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા છે. હોસ્પિટલમાં પુરતા બેડ ન હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

40 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ : કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 75 દર્દી દાખલ
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 75 દર્દી દાખલ છે. જેમાં 13 દર્દી પોઝિટિવ છે. 44 નેગેટિવ દર્દી દાખલ છે. 15 દર્દી બાયપેપ પર છે. સેમી આઇસોમાં 125 દર્દી દાખલ છે. 18 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. હાલ તમામ દર્દી ઓક્સિજન પર છે.

કોવિડ નર્સિંગ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરના નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા માળે અને બીજા માળે કુલ 77 દર્દી દાખલ છે અને તમામ દર્દી ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો