તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:ફૂડ વિભાગે પોરબંદરમાંથી લીધેલા 24 નમુનાનો રિપોર્ટ 1 માસથી પેન્ડિંગ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા અને રાજકોટની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગત માસે 24 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓ નો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. પોરબંદરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગત માસે 24 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં દૂધ, તેલ, ફરસાણ, મીઠાઈ, વિવિધ મસાલા પાવડર સહિતના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ નમૂનાઓ વડોદરા અને રાજકોટની સરકારી લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે.

દુકાન ધારકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવશે
ખાસકરીને હાલ ચોમાસાની ઋતુ છે જેથી જિલ્લામાં ખાદ્ય ચીજો માં ભેળસેળ અને અખાદ્ય ખોરાક વેચાતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે અને આવો અખાદ્ય અને ભેળસેળ વાળો ખોરાક વેચનારાઓ સામે આ તંત્ર કાર્યવાહી કરે અને ખાદ્ય ચીજોના વિવિધ વિસ્તારો માંથી વધુ નમૂનાઓ લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જેથી લોકોએ વાસી ખોરાક ન ખાવો જોઈએ તેમજ લારી અને દુકાન ધારકોએ પણ ખાદ્ય વાનગીઓ ઢાકી ને રાખવી જોઈએ, આગામી સમયમાં ખાદ્ય વાનગીઓ વેચનાર લારી અને દુકાન ધારકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવશે અને ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...