કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના 478 ટેસ્ટ કરાતા 2 દર્દીના રિપોર્ટ પોઝિટીવ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્યકન્યા ગુરુકુળની છાત્રાનો રિપોર્ટ પોઝિટીવ, સ્કૂલમાં 8 દિવસ પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહેશે, કુલ ત્રણ કેસ એક્ટિવ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ જિલ્લામાં 3 કેસ એક્ટિવ છે. 2 દર્દી માંથી એક છાત્રા આર્યકન્યા ગુરુકુળની હોવાથી આ ડે સ્કૂલ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 478 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ખાખચોક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ અને બોખીરા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીનો સમાવેશ થાય છે.

આ કિશોરી આર્યકન્યા ગુરુકુળની વિદ્યાર્થીની છે, જેથી સલામતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની સૂચના મુજબ આર્યકન્યા ગુરુકુળની ધોરણ 1 થી 12ની ડે સ્કૂલ ખાતે 8 દિવસ પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવામાં આવશે. ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3404એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3264એ પહોંચ્યો છે. હાલ સિવિલે આપેલ આંકડા મુજબ જિલ્લાના 3 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં કુલ 258818 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...