આવેદન:ધૂળ ખાઈ રહેલ ફોગીંગ મશીનનું સમારકામ કરાવી ઉપયોગમાં લો

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકરે નગરપાલિકાના તંત્રને આવેદનપત્ર પાઠવ્યું

પોરબંદર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો હોવાના કારણે સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાના તંત્રને આવેદનપત્ર પાઠવી ધૂળ ખાઈ રહેલ ફોગિંગ મશીનનું સમારકામ કરાવી તાત્કાલિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં સતત મેઘરાજા વરસી રહ્યા હતા, અને હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે વરસાદી પાણીનો અમુક સ્થળો એથી નિકાલ થયો નથી. અને હાલ રોગચાળો વધી રહ્યો છે.

ત્યારે સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા નગરપાલિકાના તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ચોમાસાને કારણે શહેરમાં ગંદકીના કારણે માંદગી વધી છે. રોકચાળામાં વધારો થઈ રહ્યો છે શહેરભરમાં લોકોના આરોગ્ય જોકમાઈ રહ્યા છે.

ત્યારે ટેક્સના પૈસા માંથી ખરીદેલ ફોગિંગ મશીન દ્વારા શહેરના તમામ વોર્ડમાં દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. જેથી બંધ પડેલ તમામ ફોગિંગ મશીન તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી મચ્છરજન્ય રોગચાળા ઉપર કાબુ મેળવવા માંગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...