સમસ્યા:પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવનનું સમારકામ કરો; લેસર શો બંધ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી તકે ગાંધી સ્મૃતિ ભવન ખાતે લેસર શો શરૂ થાય તેવી માંગ ઉઠી

પોરબંદરમાં ગાંધી સ્મૃતિ ભવન બંધ હાલતમાં છે. અને અહીં સમારકામ કરવાની જરૂર છે. આ ઉપરાંત લેસર શો પણ લાંબા સમયથી બંધ છે જેથી સમારકામ કરી લોકો માટે ગાંધી સ્મૃતિ ભવન ખાતે લેસર શો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.પોરબંદરની નવી ચોપાટી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિ ભવન ખાતે ગાંધી સંગ્રહાલય અને ગાંધી ગ્રંથાલય બનાવવામાં આવ્યા હતા.

જિલ્લાના લોકો અને પ્રવાસીઓ ગાંધીજીના જીવન વિશે વધુ જાણી શકે અને ગાંધીજીના વિચારો અંગે જીવન વિશે માહિતી લઈ શકે તે માટે લેસર શો શરૂ કરવામાં આવ્યો હતો અને લેસર શો માટે વિદેશથી રૂ. 3 કરોડના ખર્ચે પ્રોજેક્ટર મશીન મંગાવ્યા હતા. લોકો અહીં મુલાકાત લઈ અને લેસર શો માણતા હતા.

પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે તાળા છે. માત્ર રમત ગમત અધિકારીની કચેરી ચાલુ છે. ગ્રંથાલય અને સંગ્રહાલય બંધ છે તેમજ લાંબા સમયથી લેસર શો બંધ છે. ગાંધી સ્મૃતિ ભવન બિસ્માર હાલતમાં નજરે ચડે છે. ત્યારે આ ભવન વધુ બિસ્માર બને તે પહેલા સમારકામ કરવામાં આવે અને વહેલી તકે લેસર શો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...