તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બળેજ - કડછ વચ્ચે આવેલી ઓઝત નદીનાં પાળાનું સમારકામ શરૂ કરાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાળાનું સમારકામ શરૂ થતા આ વર્ષે ખેડૂતોને મોટી રાહત મળશે

પોરબંદર પંથકના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર અને ઓઝતના પાણી ફરી વળે છે અને ગામડાઓ બેટમાં ફેરવાઇ જાય છે. બળેજ અને કડછ વચ્ચેથી પસાર થતી ઓઝત નદીનો પાળો ગત ચોમાસામાં ભારે ચોમાસાને કારણે તૂટી ગયો હતો. જેથી ઓઝતનું પાણી આસપાસના વાડી ખેતરોમાં ભરાઇ જતાં ખેડૂતોને મોટુ નુકશાન સહન કરવું પડયું હતું. આ પાળાનાં સમારકામ માટે આ વિસ્તારના ખેડૂતોએ સાંસદ રમેશભાઇ ધડૂકને રજુઆત કરી હતી અને તેમના પ્રયાસોથી ઓઝત નદીના પાળાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત રવિવારે સાંસદ રમેશભાઇ ધડુક ઓઝત નદી કાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી.

તેમની ઉપસ્થિતિમાં નદીના પાળાની સમારકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોમાસાના સમયમાં ઉપરવાસમાં વરસાદ પડતા ભારે વરસાદને કારણે ભાદર અને ઓઝત ગાંડીતૂર બની અને ઘેડ પંથકના ગામડાઓમાં ફરી વળે છે. આ પુરને કારણે ખેડૂતોને મોટો ફાયદો થાય છે. કારણકે શિયાળાના સમયમાં ચણાનું મબલખ ઉત્પાદન થાય છે. ગત વર્ષે સતત ભાદર અને ઓઝતનું પાણી ફરી વળ્યું હતું. તેમાં ઓઝત નદીનો પાળો પુરને કારણે તૂટી ગયો હોવાના કારણે આ પાણી હજારો વીઘામાં ફરી વળ્યા હતા અને લાંબા સમય સુધી તેનો નિકાલ ન થતા ખેડુતોએ રવિ પાકમાં મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...