રજૂઆત:ફલાય ઓવર બ્રીજના બિસ્માર સર્વિસ રોડનું સમારકામ કરો

પોરબંદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉબડ ખાબડ સર્વિસ રોડથી લોકોને ભારે હાલાકી
  • કલેક્ટરના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત

પોરબંદરના નરસંગ ટેકરી પાસે બનેલા ફલાય ઓવર બ્રીજની પાસેના બંને સર્વિસ રોડ છેલ્લા એક વર્ષથી સાવ ઉબડ ખાબડ હાલતમાં છે. જેના પરથી પસાર થતા વાહનોને તથા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરમાં પ્રવેશ કરવા માટે નરસંગ ટેકરી થી સાંદિપની સુધીના તમામ વિસ્તારો, રાજીવ નગર તથા રોકડિયા હનુમાન મંદિર સુધીના તમામ વિસ્તારોના લોકો ફલાય ઓવર બ્રીજ પાસેના સર્વિસ રોડ પરથી પસાર થાય છે.

છેલ્લા એક વર્ષથી આ રોડ પર અનેક ગાબડાઓ પડી ગયા હોવાથી આ રોડ પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગનો ડામર ઉખડી ગયો હોવાથી મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. આ ગાબડાઓને કારણે પસાર થતા વાહનોને પણ નુકસાન થઇ રહ્યું છે. આ અંગે કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ નેશનલ હાઇવે વિભાગ તથા કલેકટરના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી છે અને સત્વરે આ બિસ્માર સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...