તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિનોવેશન કાર્ય:પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલના ફેઈઝ 1 નું રિનોવેશનનું કામ પૂર્ણતાના આરે

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
દરિયા મહેલમાં ફેઈઝ 1મા કામગીરી થઈ છે જેમાં  સિમેન્ટ નો ઉપીયોગ માત્ર નીચેના ફ્લોર ફાઉન્ડેશન માટે થયો છે. બાકીનું તમામ પ્લાસ્ટર કામ ચુનો, રેતી અને ગોળના પાણી મિક્સ કરીને કરવામાં આવ્યું છે. બિલ્ડીંગમાં ક્યાંય પણ કલર થયો નથી. પથ્થરના ભુકા નો ઉપીયોગ કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
દરિયા મહેલમાં ફેઈઝ 1મા કામગીરી થઈ છે જેમાં સિમેન્ટ નો ઉપીયોગ માત્ર નીચેના ફ્લોર ફાઉન્ડેશન માટે થયો છે. બાકીનું તમામ પ્લાસ્ટર કામ ચુનો, રેતી અને ગોળના પાણી મિક્સ કરીને કરવામાં આવ્યું છે. બિલ્ડીંગમાં ક્યાંય પણ કલર થયો નથી. પથ્થરના ભુકા નો ઉપીયોગ કરવામાં આવ્યો છે.
  • ફેઈઝ 2 ની કામગીરી માટે 1500 લોકોની સહી સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ

પોરબંદરના દરિયા મહેલ આરજીટી કોલેજનું ફેઇઝ 1 નું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે ફેઈઝ 2 ની કામગીરી શરૂ કરવા શહેર માંથી 1500 લોકોની સહી સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.પોરબંદર શહેર ની ઐતિહાસિક અને રજવાડી ઈમારત દરીયામહેલ જે રાજવી પરિવારે શિક્ષણ ના હેતુ માટે ભેટ આપેલ હતી અને જેમાં વર્ષો સુધી રામબા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજ ચાલી હતી જે આર.જી.ટી. કોલેજ ના નામથી પ્રચલિત છે.

દરીયાકીનારે આવેલ હેરીટેજ કક્ષા નું બીડીંગ જર્જરીત થતાં આ જ મીલ્કતના અન્ય ભાગમાં આરજીટી. કોલેજ અને ડાયેટ સેન્ટર કાર્યરત થયેલ છે. અનેક શિક્ષણ પ્રેમીઓ અને શહેરીજનો અને વિધાર્થીઓની વખતો વખત થયેલ રજુઆતો તેમજ જસ્ટીસ ફોર આરજીટી. ગૃપ ના સભ્યોની રજુઆતો ના પ્રત્યાધાત સ્વરૂપે સરકાર દ્વારા સાત કરોડ જેવી માતબર રકમ ની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ અને તેમાં સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત રીસ્ટોરેશન કામ ગત જાન્યુઆરી 2020થી શરૂ કરવામાં આવ્યું હતું.

જાણવા મળેલ માહિતી અનુસાર આ કામ અને મંજુર થયેલ ગ્રાન્ટ ની રકમ માંથી ફેસ-1 સુધીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે પરંતુ બાકી રહેલ કામ ફેસ-2 માં થશે અને તેની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આ કામ ત્વરીત ગતિથી ફેસ-1 ના કામ સાથે જ કરવામાં આવે તે માટે જસ્ટીશ ફોર આરજીટી ગૃપના સભ્યો ઉપરાંત પોરબંદર ના અનેક સંસ્થાના હોદેદારો, વિધાર્થીઓ, શહેરીજનો દ્વારા 1500 જેટલી સહીના સમર્થન સહીતનું એક આવેદન શિક્ષણમંત્રી તથા સર્વ શિક્ષા અભિયાન મીશન-ગાંધીનગર ને મોકલીને રજુઆતો કરવામાં આવી છે. તે ઉપરાંત આ ભવ્યાતીભવ્ય ઈમારત આગામી શૈક્ષણીક સત્ર થી કાર્યરત થઈ જાય અને તેમાં બી.એડ સહીતના અન્ય જરૂરી અભ્યાસક્રમો શરૂ થાય અને સમગ્ર પોરબંદરના વિધાર્થીઓ ને તેનો લાભ મળે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

ફેઈઝ 1 માં કેટલું કામ થયું ?
દરિયા મહેલ જે રીતે હતો તે જ સ્થિતિમાં કામ કરવામાં આવ્યું જેમાં પ્રથમ ફેઈઝમાં તૂટેલા ઝરૂખા ફરીથી બનાવાયા, પાછળનો એરિયા, અંદરના 22 રૂમ, નાના રૂમનું કામ થયું છે. હાલ ઇલેક્ટ્રિક કામ ચાલુ છે અને ટચિંગ કામ બાદ પ્લમ્બિંગ કામ થશે.

ફેઇઝ-2માં કામ બાકી, ગ્રાન્ટ માટે રજૂઆત
ઐતિહાસિક અને રજવાડી ઇમારત દરિયા મહેલમાં ફેઈઝ 1મા કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે ફેઈઝ 2મા દરબાર હોલ, નીચેનો એરિયા, ફ્રન્ટ એરિયા, લેલી હાઉસ, કમ્પાઉન્ડ હોલ, ગાર્ડનિંગ, બ્યુટીફીકેશન બાકી છે જે ફેઈઝ 2મા થશે. જે કામની ગ્રાન્ટ માટે સરકારને રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...