ક્રિકેટ પ્રેમીઓ ખુશખુશાલ:પોરબંદરની નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલનું રીનોવેશન હાથ ધરાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રભરના તાલીમાર્થીઓ હોસ્ટેલમાં રહી તાલીમ મેળવી શકશે
  • નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલનું રીનોવેશન હાથ ધરાતા ક્રિકેટ પ્રેમીઓ ખુશખુશાલ

પોરબંદર શહેરમાં આવેલી નટવરસિંહ ક્રિકેટ એકેડમી તથા હોસ્ટેલ ગુજરાતની એકમાત્ર ક્રિકેટ એકેડમી છે જ્યાં ક્રિકેટ અંગેનું તાલીમ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળમાં આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે તંત્ર દ્વારા તેનું રીનોવેશન ફરી હાથ ધરાતા ક્રિકેટ પ્રેમીઓ ફોર્મમાં આવી ગયા છે.

ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કેપ્ટન તરીકે રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજી મહારાજે પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટ અંગેનું કોચિંગ આપતી દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ શરૂ કરી હતી. અહીં તાલીમ લેતા યુવાનો માટે રહેવા, જમવાની વ્યવસ્થા હોસ્ટેલમાં રહી નિષ્ણાંત કોષ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

આ હોસ્ટેલ જર્જરીત થઈ ગયેલ હોવાથી અને પાયાની સુવિધાઓ ન હોવાથી આ હોસ્ટેલ કોરોનાકાળમાં બંધ કરવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ હોસ્ટેલનું રિનોવેશન થઈ જશે બાદમાં સૌરાષ્ટ્રભરના ક્રિકેટના તાલીમાર્થીયો આ હોસ્ટેલમાં રહીને ક્રિકેટની તાલીમ મેળવી શકશે. આમ, ક્રિકેટ દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટનો હોસ્ટેલનું રીનોવેશન થઈ જતા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવા વર્ષે આ હોસ્ટેલનું રીનોવેશન કામ પૂર્ણ થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...