રિનોવેશન કરવા માંગ:જૂના પશુ દવાખાનાનું રીનોવેશન કરાવી અન્ય કચેરી માટે ખુલ્લું મૂકો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • cદિવાલોમાં તિરાડો પડી, છત પર લોખંડના સળિયા બહાર નિકળી આવ્યા છે તેનું રિનોવેશન કરવા શિવ શક્તિ ગ્રુપ દ્વારા માંગ કરાઈ

પોરબંદરમાં જિલ્લા કલેક્ટર બંગલા પાસે ગુજરાત સરકાર દ્વારા વિવિધલક્ષી પશુ દવાખાનું આવેલ છે. આ પશુ દવાખાનું શહેર મધ્યે આવેલ છે. અહી નજીકમાં સ્કૂલ તેમજ પાણી પુરવઠા વિભાગ ની કચેરી આવેલ છે. આ પશુ દવાખાના ખાતે 5 જેટલા રૂમ આવેલ છે અને મતદાન મથક પણ રાખવામાં આવતું હતું.

આ પશુ દવાખાના ખાતે પશુને વેક્સિન, દવા, ઇન્જેક્શન આપવામાં આવતા હતા. અનેક લોકો બીમાર પશુ તેમજ ઈજાગ્રસ્ત પશુની સારવાર માટે અહી આવતા હતા. આ પશુદવાખાનું ખાપટ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે પરંતુ આ પશુ દવાખાનું હાલ જર્જરિત હાલતમાં છે અને દીવાલોમાં તિરાડો પડી છે, છત પર લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે.

પશુ દવાખાનાના પટાંગણમાં કચરો અને આસપાસ ગંદકી ફેલાઈ છે. આ જર્જરિત પશુ દવાખાનાનું રીનોવેશન કરવામાં આવે અને અન્ય કામગીરી માટેની કચેરી ખોલવામાં આવે તો આ મકાન સાચવી શકાય તેમ છે અને જગ્યાનો પૂરતો લાભ મળી શકે છે. જેથી આ પશુ દવાખાના માં રીનોવેશન કરાવી અન્ય કચેરી ખોલવામાં આવે તેવી શિવ શક્તિ ગ્રુપના કેતનભાઈ ઓડેદરાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...