રજૂઆત:જૂનીકોર્ટનું RGT કોલેજની જેમ જ નવિનીકરણ કરી મ્યુઝિયમ બનાવો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારવા, મહેર અને રબારી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે, પોરબંદર શહેર મધ્યે આવેલા રાજાશાહી જમાનાના જુનાકોર્ટ બિલ્ડિંગનો આર જી ટી કોલેજની જેમ જીણોદ્ધાર કરી, પોરબંદર જિલ્લામાં વસતા મહેર ખારવા અને રબારી સમાજની અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વભરમાં પહોંચાડવા માટે આ જુનીકોર્ટ બિલ્ડિંગના સ્થળે મ્યુઝિયમ બનાવવું જોઈએ અને તેમા અહીંની સંસ્કૃતિને અનુરૂપ દરેક સમાજની વિવિધ ખાસિયતો અને તેની ચીજવસ્તુઓને સાંકળીને આ મ્યુઝિયમમાં દેશ વિદેશના પ્રવાસીઓ તેને સમજી જાણી અને માણી શકે તે માટે યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરવો જોઈએ.

મહેર, ખારવા અને રબારી સમાજના પરંપરાગત પોશાક ઘરેણા અને તેઓ ઉપયોગમાં લે છે તેવી જુદી જુદી ચીજવસ્તુઓ સાથો-સાથ તેમની લોકબોલી, વ્રત, તહેવાર અને ઉત્સવની પરંપરાગત ઉજવણી વગેરેનું લાઈવ પ્રદર્શન પણ વિશાળ સ્ક્રીન ઉપર ગોઠવવું જોઈએ. મહેર સમાજની ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રદર્શન પણ ગોઠવવું જોઈએ તેવી રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...