માંગ:દોઢ દાયકાથી બંધ પડેલ હેરિટેજ મિડલ સ્કૂલનું સમારકામ કરો

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી ખદબદે છે, કન્ઝરવેટરી સંસ્થા દ્વારા માંગ કરાઈ

પોરબંદરમાં રાજાશાહી ના વખતમાં બનાવેલ મિડલ સ્કૂલ દોઢ દાયકાથી પણ વધુ સમયથી બંધ પડેલ છે અને આ સ્કૂલ અતિ જર્જરિત બની છે. હેરિટેજ ઈમારતની દયનીય હાલત બની છે ત્યારે આ સ્કૂલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સન 1937માં બ્રિટીશ શાસન સમયે પોરબંદરની હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ કાર્યરત થઈ હતી. શાળાનું નામ હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ આપવામાં આવ્યું હતું, જે હાલ પણ અંગ્રેજીમાં સ્પષ્ટ લખાણ દેખાય છે. પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ ઉતર તરફના ભાગમાં પોરબંદર લીટરરી ડ્રાઈવ અને એજયુકેશન ફંડમાંથી રૂમોનો વધારો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ તરફ પાંચ રૂમ, પરદેશી નળીયા બાંધવામાં આવ્યા.

1953માં શેઠ રજબઅલી ભાઈજીભાઈએ પીવાના પાણીની ટાંકી બંધાવી આપી હતી. આ મિડલ સ્કુલની હાલત દયનીય બની ગઈ છે. અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો હતો. મુખ્ય દરવાજો પીલર સહિત તૂટી પડ્યો હતો અને બાંકડા, કબાટ તથા ફર્નિચર પણ તૂટી ગયા હતા. આ શાળાનું મકાનનું બાંધકામ ઘોડા પથ્થર માંથી થયેલું છે. તથા ચાવીઓ મુકી ધરતીકંપમાં અડગ રહી શકે તે કોતરણીવાળી જગ્યા વેડફાઈ રહી છે. મિડલ સ્કૂલનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરી ઉચ્ચક્ષાએ સ્થાન પામ્યા છે. મિડલ સ્કૂલ દોઢ દાયકાથી પણ વધુના સમયથી બંધ છે અને જર્જરિત અવસ્થામાં છે.

અંદર પટાંગણ ગંદકીથી ખદબદી રહ્યું છે. મુખ્ય ગેટ પિલોર તૂટી પડ્યા હતા. પોરબંદર કંઝરવેટરી સંસ્થા દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તમના પ્રયાસથી તંત્ર દ્વારા મિડલ સ્કૂલના ગેટ પર લોખંડનો ગેટ લગાવી તાળું મારી દેવામાં આવ્યું છે. બહાર અને અંદર ગંદકી જામી છે ત્યારે આ હેરિટેજ ઈમારત એવી મિડલ સ્કૂલ માટે સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવી સ્કુલનું સમારકામ કરાવે અને જતન કરવામાં આવે તેવી માંગ નિશાંત બઢ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...