તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદર શહેરમાં વીજ વાયર પર ફસાયેલા પતંગ અને દોરા દૂર કરો

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઇન્ટેનન્સની કામગીરી કરવા પીજીવીસીએલ તંત્રને રજૂઆત

પોરબંદરના કિર્તીમંદિર સબ ડીવીઝન હેઠળ આવતા અનેક વિસ્તારો માં હજુ પણ પતંગ અને દોરા વીજતાર માં ફસાયેલા છે જેથી આવા વિસ્તાર માં પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. કિર્તીમંદિર ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો જેવા કે બંદર પોલીસ ચોકી ,બંદર તરફ જતો મુખ્ય રસ્તો, સલાટવાડો, નાગરવાડો, વોરા વાડ, ખારવાવાડ સહીતના આસપાસના વિસ્તારોમાં મકર સંકાંતિ પર્વ દરમ્યાન વીજતાર પર ફસાયેલા પતંગ તથા દોરાઓ હજુ પણ નજરે ચડે છે.

ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઇ ચુકી છે ત્યારે હજુપણ વીજ તારમાં દોર પતંગ હોવાને કારણે મેન્ટેનન્સ ના અભાવે વીજપુરવઠો ઠપ્પ થતા સીનીયર સીટીઝનો, બાળકો ખૂબજ મુશ્કેલી અનુભવતા હોય છે. જેથી તાત્કાલિક મેન્ટેનન્સ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરુએ પીજીવીસીએલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...