તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીમાર અગ્રણીઓએ ઉગ્ર માંગ કરી:પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટ, માછીમારોને મુક્ત કરો

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાકના કબ્જામાં 1200થી વધુ બોટ અને 400 જેટલા ખલાસી છે

પાક મરીન દ્વારા અવારનવાર ભારતીય બોટો અને ખલાસીઓના અપહરણ કરવામાં આવે છે. હાલ અબજો રૂપિયાની કીમતની 1200થી વધુ બોટો અને 400 થી વધુ ખલાસીઓ પાક ના કબ્જા માં છે જેને મુક્ત કરવા માછીમાર અગ્રણીઓ દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે. માછીમાર અગ્રણી અશ્વિનભાઈ મધુભાઈ જુંગી એ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી જણાવ્યું છે કે એક તરફ મંદી છે અને દરિયાઈ પ્રદુષણ ના કારણે માછીમારી ઉદ્યોગ ઠપ્પ થઈ રહ્યો છે.

પાક મરીન દ્વારા ભારતીય બોટોના વારંવાર અપહરણ ના બનાવો બની રહ્યા છે જે માછીમારો માટે પડ્યા પર પાટુ સમાન બને છે.તાજેતર માં 3 બોટ અને 17 માછીમારો ના અપહરણ થયા છે. અગાઉ પણ અનેક વખત આવા બનાવ બન્યા છે જેના લીધે માછીમારી ઉદ્યોગ ને ભારે નુકશાન થયું છે. પાક મરીન દ્વારા અપહરણ કરાયેલા 400થી વધુ માછીમારો હાલ પાકિસ્તાન ની વિવિધ જેલોમાં છે.

બીજી તરફ અબજો રૂપિયા ની કીમત ની 1200થી વધુ ફિશિંગ બોટો પણ પાકિસ્તાન ના વિવિધ બંદરો એ સડી રહી છે. વહેલીતકે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરી અપહરણ કરાયેલ અબજો રૂપિયા ની બોટો અને માછીમારો ની મુક્તિ માટે પગલા ભરવા જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો