માગ:સંયુક્ત ખાતેદાર માંથી કોઈ એકની સહી લઈ સબ રજીસ્ટરમાં નોંધણી

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં દસ્તાવેજ નોંધણી અને રેવન્યુ રેકોર્ડ ઉપર થતી એન્ટ્રીની તપાસ કરવા માંગ

પોરબંદરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ કમ એડવોકેટ ભનુભાઈ ઓડેદરા દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે, કે પોરબંદર તાલુકા અને જિલ્લામાં આવેલ ખેતીની જમીનોના રેવન્યુ રેકોર્ડ ૭/૧૨, ૮ અ ની અંદર સંયુક્ત ખાતેદારોના નામ હોઈ, પરંતુ કોઈ પણ એક ખાતેદારની સહી લઈને દસ્તાવેજની નોંધણી સબ રજીસ્ટરમાં કરવામાં આવે છે. અને મામલતદાર આ વેચાણની એન્ટ્રી પણ પાડી આપે છે.

ખેતીની જમીનમાં ખેડ ખાતામાં અન્ય ખાતેદારો તેમજ સહ હિસ્સેદારોના નામ હોવા છતાં સંમતિ કે સહી લેવામાં આવતી નથી. ઉપરોક્ત કૃતિઓના આવા પ્રકારના કૃતિઓના કારણે ઘણા બધા ખાતેદાર ખેડૂતોનું જમીનનું હિત ધોવાઈ જાય છે. અને તેના કારણે કોર્ટની અંદર પણ લીટીગેશનનોનું પ્રમાણ વધે છે. જેથી ભનુભાઈ ઓડેદરાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે આપના અધ્યક્ષતામાં આ અંગે યોગ્ય તપાસ કરી જે કોઈ આવા કૃતિઓમાં હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...