પોરબંદર વન વિભાગમાં 46 ટકા જગ્યા ખાલી છે. 69ના મહેકમ સામે 30ના સ્ટાફની ઘટ છે. જેમાં નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક, આરએફઓ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે. ખાલી જગ્યા હોવાથી કામગીરી પર માઠી અસર પડી રહી છે. નાયબ વન સંરક્ષક કચેરી પોરબંદર વન વિભાગમાં 46 ટકા જગ્યા ખાલી છે. કેટલાક સ્ટાફની તો લાંબા સમયથી જગ્યા ભરવામાં આવી નથી. પોરબંદર વન વિભાગના ક્ષેત્રમાં ખાસ કરીને બરડા વિસ્તાર, માધવપુર થી હર્ષદ, અડવાણા વિસ્તાર આવેલ છે તેમજ ભાણવડ વિસ્તારના બરડાનો પણ સમાવેશ થાય છે. આ વન વિભાગ હસ્તકનો મોટો વિસ્તાર આવેલ છે.
બરડા અભ્યારણ્ય ખાતે સાતવિરડા નેશ વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે જીનપુલ આવેલ છે. દરિયાઈ જંગલ વિસ્તાર આવેલ છે. બરડા અભ્યારણ્ય વિસ્તારમાં અનેક ઔષધિ યુક્ત વૃક્ષો આવેલ છે. દીપડા, ચિતલ સહિત અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. હાલ થોડા દિવસો પહેલા સિંહે પણ મુકામ કર્યો છે. મહત્વની કામગીરી વધી છે ત્યારે પોરબંદર વન વિભાગ ખાતે 46 ટકા સ્ટાફની અછત છે.
કુલ 69 ના મહેકમ સામે 30 જેટલી જગ્યા ખાલી છે જેમાં નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક, આરએફઓ સહિતના સ્ટાફની ઘટ છે. 69 ના મહેકમ સામે 39 જગ્યા ભરેલ છે અને 30ના સ્ટાફની જગ્યા ખાલી છે. જેને કારણે કામગીરી પર માઠી અસર પડે છે અને ચાર્જમાં રહેલ અધિકારીનું કામનું ભારણ નાના કર્મીઓને ભોગવવું પડે છે.
જગ્યા ભરવી અનિવાર્ય
પોરબંદર વન વિભાગમાં 46 ટકા સ્ટાફની ઘટ છે. બરડા અભ્યારણ્ય વિસ્તારમાં સિંહે મુકામ કરેલ છે ત્યારે આ કામગીરી ઉપરાંત વન વિભાગની અન્ય કામગીરીમાં અસર પડે છે. બરડા માં દેશીદારૂ ની ભઠ્ઠીઓ પણ ધમધમે છે અને વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે ત્યારે તમામ ખાલી જગ્યા પર તાકીદે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કઈ જગ્યા પર કેટલા સ્ટાફની ઘટ? | |||
જગ્યા | મંજૂર | ભરેલ | ખાલી |
નાયબ વન સંરક્ષક | 1 | 0 | 1 |
મદદનીશ વન સંરક્ષક | 1 | 0 | 1 |
આરએફઓ | 4 | 3 | 1 |
ફોરેસ્ટર | 13 | 11 | 2 |
ફોરેસ્ટર ગાર્ડ | 31 | 20 | 11 |
ડ્રાઈવર | 1 | 0 | 1 |
વર્ગ 4 | 8 | 1 | 7 |
કારકુન | 7 | 2 | 5 |
મુખ્ય રેન્જ રાણાવાવ પર જ જગ્યા ખાલી
વન વિભાગ ખાતે 46 ટકા સ્ટાફની ઘટ છે ત્યારે મહત્વની એવી રાણાવાવ રેન્જની જગ્યા જ ખાલી છે. પક્ષી અભયારણ્યના આરએફઓને રાણાવાવનો ચાર્જ આપેલ છે. જેથી આ મહત્વની જગ્યા પર કામગીરી વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.