સમસ્યા:પોરબંદર-છાંયા સંયુક્ત પાલિકામાં સફાઇ કર્મીઓની ભરતી કાગળ પર

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી
  • કાગળ પર ભરતી કરી નાણાની ઉચાપાત કરાતી હોવા અંગે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ

પોરબંદર છાંયા સંયુક્ત પાલિકામાં સફાઇ કર્મચારીઓની ભરતી કાગળ પર કરાઇ હોવાની રાવ થઈ છે. કાગળ પર ભરતી કરી નાણાની ઉચાપાત કરાતી હોવા અંગે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલભાઈ ઠક્કરાર દ્વારા એવી રજુઆત કરાઈ હતી કે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં સફાઇ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. અને ફાયરબ્રિગેડ વિભાગમાં પણ રોજમદાર કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે. સફાઈ કામ માટે રોજમદાર કર્મચારીઓની ભરતી કરાઈ છે. સફાઈ કર્મચારીઓ માંથી 80% રોજમદાર સફાઇ કામદારોની હાજરી કાગળ ઉપર કરવામાં આવી રહી છે.

આ સફાઇ કામદારોના પગાર ભાજપના નગરપાલિકાના આગેવાનો ભાગ બટાઈ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ જ રીતે ફાયર બ્રિગેડના રોજમદાર કર્મચારીઓની હાજરી પણ કાગળ ઉપર થઈ રહી છે. અને અમુક ફાયર બ્રિગેડના રોજમદાર કર્મચારીઓ નગરપાલિકાના હોદ્દેદારોની અંગત સેવા માટે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ફાયર બ્રિગેડમાં કોઈપણ કામ કરતા નથી. સેનિટેશન વિભાગમાં વાહનોના ડ્રાઈવર માટે અન્ય જગ્યા માટે મોટી સંખ્યામાં રોજમદાર કર્મચારીઓની ભરતી કરાઈ છેે. આમ રોજમદાર કર્મચારીઓને તાત્કાલિક ધોરણે છૂટા ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...