તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ:ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સરકારને ભલામણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવાશે તો દરિયાઈ સૃષ્ટિ નાશ પામશે
  • સેવ પોરબંદર સી કમિટી દ્વારા આજે સહી ઝુંબેશ હાથ ધરાશે

પોરબંદર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી કે.એન. પરમારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના ગાંધીનગર સ્થિત સભ્ય સચિવને પત્ર પાઠવ્યો છે અને સાથે સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા પોરબંદર કલેક્ટરને અત્યાર સુધીમાં મોકલાયેલા 17 જેટલા આવેદનપત્રની નકલો પણ મોકલી છે અને પત્ર માં જણાવ્યું છે કે જેતપુર સાડીઉદ્યોગનું કેમીકલયુકત પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવા સામે સખત વિરોધ થઇ રહ્યો છે અને જીપીસીબી કચેરીએ મળેલ તમામ રજુઆતોમાં જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમીકલયુકત પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવા સામે સખત વિરોધ અને આ ઝેરી પાણી છોડવા સામે મનાઇ હુકમ ફરમાવવા આદેશ થવા બાબતની રજુઆતો મળી છે.

તમામ સંસ્થાઓ એ એવું જણાવ્યું છે કે જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમીકલયુકત પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં જેતપુર થી પોરબંદર સુધી પાઇપલાઇન મારફતે શુધ્ધ કરીને દરિયામાં નાખવાનો જે 694 કરોડ રૂપિયાનો પ્રોજેકટ આપવામાં આવ્યો છે જે પ્રક્રિયા તાત્કાલીક અસરથી બંધ કરીને પ્રોજેકટ કેન્સલ કરવા અરજી કરેલ છે. જેતપૂરના ઉદ્યોગનો કદળો સમુદ્રમાં ઠાલવવામાં આવશે તો પોરબંદરની માછીમારી વ્યવસાયનો અંત આવશે.

દરિયાઇ જીવસૃષ્ટિને આડઅસર થશે અને દરિયાકાંઠાના લોકોના આરોગ્યને ભારે નુકસાન થશે. જો જેતપુરનું કેમીકલયુકત પાણી દરિયામાં નાખવામાં આવશે તો માછીમારો આંદોલન કરશે તેમજ સુપ્રિમકોર્ટ સુધી જઇને સ્ટે લેશે તેથી તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા પત્ર માં જણાવ્યું છે.

આજે રવિવારે સેવ ધ પોરબંદર સી કમિટી દ્વારા જેતપુરના ઉદ્યોગનો કદળો પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના ના વિરોધમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શહેરના નાગરિકો પાસે કમિટીના સભ્યો નશે અને પત્રિકા દ્વારા માહિતગાર કરી લોકોની સહમતીથી સહીઓ લઈ સહી કરાવશે અને આ સહીઓ વાળા પત્રો મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. કમિટીમાં પ્રેરક ડો. નૂતનબેન ગોકાણીએ જણાવ્યું છે કે આ પ્રશ્ન લોકોનો છે અને લોકો સહીઓ કરી વિરોધ નોંધાવશે. પોરબંદરના સુખી ભવિષ્ય માટે જેતપુરના ઉદ્યોગોનો કદળો ઠાલવવાનો પ્રોજેકટ રદ કરવામાં આવે તે જરૂરી છે.

આત્મવિલોપનની પરવાનગી આપવા અંગે સામાજિક કાર્યકરે મંજૂરી માંગી
જેતપુરનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો પોરબંદરની દરિયાઈ જીવ ઉપરાંત ખેતીવાડી જગ્યાઓ બરબાદ થશે. જો આ પ્રોજેકટ રદ કરવામાં નહિ આવે તો આત્માવિલોપનની પરવાનગી આપવા કાંસાબડના સામાજિક કાર્યકર રામભાઈ ઓડેદરાએ કલેકટર સમક્ષ માંગ કરી છે અને આવનાર સમયમાં જો આ વિષય અન્વયે મારો જીવ ગયો તો મારા પરિવારની ભરણપોષણની તમામ જવાબદારી આપની રહેશે તેવું પણ પત્ર પાઠવી જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...