સન્માન સમારોહ:ડીવાયએસપીમાંથી IPS તરીકે પ્રમોશન મળતાં જે. સી. કોઠીયાનું સન્માન કરાયું

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેસીઆઈ દ્વારા પોલીસ અધિકારીનો સન્માન સમારોહ યોજાયો

પોરબંદર શહેરના ડીવાયએસપી જે.સી.કોઠીયાને આઇપીએસ તરીકે પ્રમોશન મળતા તેઓની વડોદરાના નાયબ પોલીસ કમિશનર તરીકે બઢતી સાથે બદલી થતા જેસીઆઈ પોરબંદર દ્વારા સન્માન સમારોહ યોજી માન ભેર વિદાય આપવામાં આવી હતી. જે.સી.કોઠીયાએ પોરબંદર શહેરમાં ચાર વર્ષ જેટલા સમય સુધી ડીવાયએસપી તરીકે ફરજ બજાવી પોરબંદરની જનતાની સુખ, શાંતિ અને સલામતી માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

પોરબંદરમાં સીટી ડીવાયએસપી તરીકે ફરજ બજાવી હવે વડોદરાના નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી થતાં તેઓએ પોરબંદરમાં કરેલી કામગીરીની કદર સ્વરૂપે જેસીઆઈ પોરબંદર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરી સન્માન સાથે વિદાય આપી હતી.

આ સન્માન સમારોહમાં હેડક્વાર્ટર ડીવાયએસપી ભરત પટેલ તથા પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ તમામ સંસ્થાઓ વતી સન્માન પત્ર અર્પણ કરી જે.સી.કોઠીયાને નવનિયુક્ત ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...