શ્રી ગણેશ:પોરબંદર જિલ્લામાં 19 હજાર હેકટરમાં રવિપાકનું વાવેતર

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારો વરસાદ થયો હોઇ નદી, ચેકડેમ છલોછલ છે આથી ડિસેમ્બર માસ સુધી રવિ પાકનું વાવેતર થશે, ઘેડમાં સૌથી વધુ ચણાનું વાવેતર શરૂ

પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતરના શ્રીગણેશ કર્યા છે. જિલ્લામાં 19હજાર હેકટરમાં વાવેતર કર્યું કર્યું છે. હજુ ડિસેમ્બર માસ સુધી રવિ પાકનું વાવેતર થશે. ઘેડમાં સૌથી વધુ ચણાનું વાવેતર શરૂ થયું છે.પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો. આ વખતે રહી રહીને ભાદરવા માસમાં વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ ચોમાસા પાકનું વાવેતર કર્યું હતું જેમાં કપાસ અને ખરીફ મગફળી પાકનું વધુ વાવેતર કર્યું હતું.

મોડો વરસાદ પડતા તેમજ ભારે વરસાદ અને ઉપરવાસ માંથી પાણી આવતા ઘેડ પંથકના અને ભાદરકાંઠાના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા 24 હજાર હેકટર જેટલો પાક નિષ્ફળ ગયો હતો. આ ઘેડ પંથક અને ભાદરકાંઠાના વિસ્તારોમાં પાણી ઓસરતા સુકારો આવતા આ વિસ્તારોમાં ચણાનું વાવેતર કરી ખેડૂતોએ શ્રીગણેશ કર્યા છે. જિલ્લાના ખેડૂતોએ ખરીફ ઋતુમાં વધુપડતી મગફળી વાવી હોય જેથી આ ખરીફ મગફળી પાકની કાપણી ખેડૂતોએ કરી હતી અને હાલ પણ કેટલાક વિસ્તારોમાં ખરીફ મગફળીની લણણી ચાલુ છે.

ખેડૂતોએ ખેતરોમાં શિયાળુ પાકની વાવેતરની તૈયારી શરૂ કરી છે અને શરૂઆતના તબક્કે જ પોરબંદર જિલ્લામાં 19005 હેકટરમાં રવિ પાકનું વાવેતર કરી દીધું છે. આગામી ડિસેમ્બર માસ સુધી આ વાવેતર ચાલુ રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

ગતવર્ષે રવીપાકનું કેટલું વાવેતર થયું હતું
ગત વર્ષે 8 જાન્યુઆરી 2021ના છેલ્લા રિપોર્ટ આધારે પોરબંદર જિલ્લામાં રવિ ઋતુમાં કુલ 118571 હેકટરમાં વાવેતર થયું હતું.

આ વખતે શરૂઆતમાં સૌથી વધુ કુતિયાણા તાલુકામાં વાવેતર થયું
આ વખતે રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ છે ત્યારે કુતિયાણા પંથકમાં ઘઉં, જુવાર, ચણા નું કુલ 9790 હેકટરમાં વાવેતર થયું છે. આ વખતે પણ જિલ્લામાં ઘઉં, જીરું, ધાણા, ચણાનું ગતવર્ષથી વધુ વાવેતર થવાની આશા સેવાઇ રહી છે.

જિલ્લામાં કયા પાકનું કેટલું વાવેતર
પાકહેકટરમાં વાવેતર
ઘઉં70
જુવાર1785
ચણા15350
જીરું25
ધાણા520
ઘાસચારો1245
કઠોળ5
ડુંગળી5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...