તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંબું આયુષ્ય:સાત્ત્વિક આહાર અને વિહારને કારણે 120 વર્ષની ઉંમરે રતનપરનું દંપતી સુખમય જીવન જીવી રહ્યું છે

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્યારેય હોટલમાં ન જમનાર આ દંપતિએ ચિંતા ઉંમર ઘટાડે છે એવું જણાવ્યું હતું

મનની શાંતિ અને મહેનતવાળુ વ્યસન વિનાનું જીવન 100 વર્ષથી પણ વધુનું આયુષ્ય અને એ પણ પાછું તંદુરસ્ત બક્ષે છે તેવા રતનપર ગામે રહેતા 120 વર્ષના વૃદ્ધ અને તેમનાથી થોડાં નાનાં તેમનાં પત્નીએ ચરિતાર્થ સાબિત કરી છે. પોરબંદર જિલ્લાના રતનપર ગામે રહેતા ખીમાભાઇ ભીમાભાઇ ઓડેદરા તથા તેમના પત્ની સુમરીબેને આયુષ્યની સદી પુરી કરી છે. ખીમાભાઇ 120 વર્ષે પણ ખૂબ જ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે તો તેમનાથી થોડા નાના તેમના પત્ની પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

અભ્યાસ ન મેળવી શકનાર ખીમાભાઇ ૫૦ વર્ષ સુધી સરપંચ પદે રહી ગામમાં રોડ, રસ્તા, પાણી જેવી અનેક સગવડો આપી ચૂક્યા છે. ૨૫ વર્ષની ઉમરે ખીમાભાઇએ નવીબંદર ગામથી પોરબંદર સુધીનું ૨૦ માઇલનું અંતર દોડીને પૂર્ણ કર્યું હતું અને જિલ્લાના 700 જેટલા સ્પર્ધકોને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. રજવાડાના વખતમાં યોજાતી કુસ્તી જેવી અનેક સ્પર્ધાઓમાં અવ્વલ રહેલા ખીમાભાઇના ૫ દીકરા અને ૩ દીકરીઓમાંથી ૫ દીકરા અને ૨ દીકરીઓ હયાત છે. અને તેઓ પણ નીરોગી જીવન જીવી રહ્યા છે. ખીમાભાઇએ સત્યાગ્રહની લડાઇમાં પણ ભાગ લીધો હતો.

ખીમાભાઇએ જણાવ્યું હતું કે તેમના નીરોગી લાંબા આયુષ્યનું કારણ એ છે કે ક્યારેય હોટલનું પાણી સુધા પીધુ નથી, ઘરનું ખાવાના આગ્રહી ખીમાભાઇને બહારગામ જવાનું થાય તો ફળ ખાઇને દિવસો પસાર કરે છે પણ હોટલમાં જમતા નથી. તે ઉપરાંત તેમના વાણી-વર્તન અને વિચાર એવા છે કે તેઓ ક્યારેય કોઇ ચિંતાનો ભોગ બન્યા નથી. અને ખૂબ જ સંતોષી હોવાને લીધે તેઓ લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો