ફરિયાદ:પોરબંદરમાં ઓનલાઇન વેરાનો લાભ નહીં મળતો હોવાની રાવ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વરની ખામીને લીધે હજારો લોકો 15 ટકા વળતરથી વંચીત રહી ગયાની કોંગ્રેસની ઉચ્ચકક્ષાએ રજુઆત

પોરબંદરમાં ઓનલાઇન વેરાનો લાભ નહીં મળતો હોવાની રાવ કોંગ્રસ દ્વારા કરવામાં આવી છે. સર્વરની ખામીને લીધે હજારો લોકો 15 ટકા વળતરથી વંચીત રહી ગયા હોવાથી તે અંગેની રજૂઆત કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરી છે.

પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ રાજયના નગરપાલિકા નિયામકને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર નગરપાલિકાએ જાહેરાત કરી હતી કે તા. 31-5 સુધીમાં ઓનલાઇન વેરો ભરનારને 15 ટકા રીબેટ અપાશે પરંતુ ઓનલાઇન સીટીઝન પોર્ટલ મારફતે અને મોબાઇલ એપ ઉપર સર્વર અથવા ટેકનિકલ ખામીને લીધે વેરો ભરપાઇ કરવામાં મુશ્કેલી પડતી હતી તેથી લોકો નગરપાલિકાના કચેરીએ જઇને વેરો ભરવો પડતો હતો અને તેમાં તેઓને માત્ર 10 ટકા જ વળતર અપાતું હતું.

વળી હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે વેરા વળતર યોજનાનો લાભ 31 જુલાઇ સુધી લાભ મળશે જેમાં 30 જૂન સુધીમાં વેરો ભરે તો 12 ટકા વળતરનો લાભ મળશે પરંતુ સર્વરમાં જ ખામી હોવાથી નગરજનો તેનો લાભ લઇ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...