તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:પોરબંદરના ખેડૂતને જૂના મનદુ:ખમાં મારમાર્યો, રાવ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરનાં ખેડૂતને જુના મનદુ:ખમાં માર માર્યો છે. જેની ફરિયાદ નોંધાવી છે કે બાલુભાઇ અરભમભાઇ મોઢવાડિયાએ તેમના ખેતરનો સેઢો જુના મનદુ:ખને કારણે સળગાવી દીધેલ જેના કારણે લાખણશીભાઇએ બાલુભાઇને પૂછયું હતું કે, તે મારી વાડીનો સેઢો કેમ સળગાવ્યો ? આમ પૂછતા બાલુભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને લાખણશીભાઇને જેમ ફાવે તેમ ગાળો બોલી કુહાડીનો ઘા મારી દીધો હતો તથા રાંભીબેન બાલુભાઇ મોઢવાડિયા તથા બાલુભાઇની મોટી દિકરીએ પણ આ હુમલામાં મદદગારી કરી હતી.

જયારે અન્ય બનાવમાં પોરબંદરના બોખીરાના તુંબડા વિસ્તારમાં વેપારીને 3 શખ્સએ ધમકી આપી હતી. જેમાં પોલીસ ફરિયાદ કરી હતી, તે જૂની વાતનું મનદુ:ખ રાખી વિજયભાઇ બાપોદરા, વિજયભાઇનો ડ્રાઇવર વીંજો અને કલો બાવો નામના શખ્સ ગઇકાલે સાંજના સમયે બાલુભાઇના ઘર આગળ આવ્યા હતા અને દુકાન બંધ કરવાનું કહી બાલુભાઇ તથા તેના દિકરાને જાનથી મારી નાખવાનીધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...