પોરબંદર જિલ્લાના ફટાણા ગામે ગ્રામપંચાયતની કચેરીમાંથી ધમકીઓ મળી હતી. આ ઉપરાંત ફરિયાદી તથા તેમના ગામના જ્ઞાતિ પ્રમુખને મોબાઇલ ફોનમાં ગાળો આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના ફટાણા ગામે રહેતા નાથાભાઈ મુરુભાઈ સાદિયા ગત તારીખ 14-4-2022 ના રોજ ફટાણા ગામે ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયત ઓફિસે તલાટી પાસે ગ્રામ પંચાયતમાંથી આર્થિક સહાય મળે કે કેમ ? તે પૂછવા માટે ગયેલ હતા.
જે અંગેનું મનદુઃખ રાખી કરસનજી રાણાજી ઓડેદરાએ ધમકી આપેલ હતી કે તારે પંચાયત ઓફિસ મારી હાજરી ન હોય ત્યારે આવાનું નહીં એવી ધમકી આપી અને નાથાભાઈ તથા તેની જ્ઞાતિના પ્રમુખને મોબાઈલ ફોનમાં ગાળો આપી હતી. આ અંગે પોલીસમાં જાણ કરાતા બગવદર પોલીસ સ્ટેશનના ASI એ. એમ. સાદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.