દારુના અડ્ડા પર પોલીસની રેડ:રાણાવાવ પોલીસે દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી પાડી; 7 હજાર લીટર આથો ઝબ્બે કરી બે સામે ગુનો દાખલ કર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી 7 હજાર લીટર દેશી દારૂનો આથો ઝબ્બે કરી બે સામે ગુનો દાખલ કર્યો હતો. પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી ઋુતુ રાબાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી.જાદવ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો રાણાવાવ પો.સ્ટે, આદિત્યાણા ઓ.પી.વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલી સંયુક્ત હકીકતના આધારે ખારવાની ખાંભી પાસે આવેલી પડતર ખાણમાં હકીકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતાં આરોપી રૈયા જીવા ગુરગુટીયા તથા ગોગન સેજા ગુરગટીયા રહે. આદિત્યાણા ગામવાળાનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની વિરૂદ્ધ રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબીશનનો ગુનો રજી.કરાવ્યો છે.

પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પો.કોન્સ.હીમાંશુ વાલા તથા પો.હેડ.કોન્સ.બી.જે દાસાને મળેલ સંયુક્ત હકિકતના આઘારે કોઠાવાળા નેશથી પશ્ચિમે અડધો કિ.મી દુર ડુંગરના પાણીની ઝરમા હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતાં રૈયા જીવા ગુરગુટીયા અને ગોગન સેજા ગુરગુટીયા રહે. આદિત્યાણા ગામ વાળાની દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી બંન્ને ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો હતો.આ કામગીરીમાં પીએસઆઈ પી.ડી.જાદવ, એએસઆઇ.એ.એસ.અગ્રાવત, પો.હેડ.કોન્સ.બી.જે.દાસા, પો.કોન્‍સ.હિમાંશુ વાલા, સંજય વાલા, સરમણ દેવાયત વગેરે રોકાયા હતા.

આરોપી-મુદ્દામાલ
(1) રૈયા જીવા ગુરગુટીય રહે.આદિત્યાણા ગામ બાયપાસ રોડ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી આથો લી.4 હજાર,બેરલ નંગ-20 વગેરે સાધનો મળી કુલ.19 હજાર 80નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
(2) ગોગન સેજા ગુરગટીયા રહે,આદિત્યાણા ગામ બાયપાસ રોડ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી આથો લી. 3 હજાર,બેરલ નંગ-15 વગેરે સાધનો મળી કુલ 13 હજાર 775નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...