કાર્યવાહી:રાણાવાવમાં હત્યાની મહિલા ગુન્હેગાર 3 દિ'ના રિમાન્ડ પર

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા 9 દિવસના રિમાન્ડ મંગાયાં હતા

રાણાવાવ ગામે આજથી નવ માસ પૂર્વે એક વૃદ્ધાની 90 હજારના દાગીના માટે થઇને તેની દેરાણી દ્વારા હત્યા કરાવામાં આવી હતી. આ વૃદ્ધાના હત્યાનો ભેદ ઉકેલાઇ જતા પોલીસે આ વૃદ્ધાના દેરાણીની અટકાયત કરી હતી અને આ મહિલાના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આગામી 12 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ શહેરમાં રહેતા સાજણબેન કરશનભાઇ લાખાણા નામની વૃદ્ધાને નવ મહિના પહેલા જ હત્યા કરી દેવામાં આવી હતી અને તેના ઘરમાંથી રૂ. 90 હજારના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી.

આ અંગે પોલીસે તપાસ શરૂ કરતા આ હત્યા સાજણબેનના દેરાણી ગંગાબેન લાલજીભાઇ લાખાણાએ કરી હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે આ મહિલાની અટકાયત કરી હતી અને હત્યામાં ઉપયોગમાં લીધેલ લોખંડનો પાઇપ પણ કબજે કર્યો હતો. આ મહિલાના હત્યાની તપાસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI ધાંધલ્યા દ્વારા કરવામાં આવી રહી છે અને આ મહિલાને ગઇકાલે 9 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે અદાલતે આગામી 12 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરેલ છે

અન્ય સમાચારો પણ છે...