ફરિયાદ:રાણાવાવની પરિણીતાએ સાસરીયાના ત્રાસથી એસીડ પીધું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, સાસુ તથા સસરા સામે ફરિયાદ નોંધાઇ

પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય પરણિતાને તેનો પતિ, સાસુ તથા સસરા ઘરકામ કરવા બાબતે તથા શંકા કુશંકાઓ કરીને મેણાટોણા મારીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોય આ પરણિતાએ સાસરીયાઓથી કંટાળીને ગઇકાલે મધ્યરાત્રીના સમયે એસીડ પી લેતા તેનું સારવાર દરમિયાન દુ:ખદ મોત નિપજયું હતું.

આ દુ:ખદ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાં રહેતા ખુશ્બુબેન મુકેશભાઇ ચૌહાણ નામની 23 વર્ષીય પરણિતાને તેનો પતિ મુકેશ રામજીભાઇ ચૌહાણ, સાસુ રેખાબેન રામજીભાઇ ચૌહાણ તથા સસરા રામજીભાઇ દામજીભાઇ ચૌહાણ આ પરણિતાને ઘરકામ કરવા બાબતે તથા શંકા કુશંકાઓ કરીને મેણાટોણા મારીને શારીરિક તથા માનસિક ત્રાસ આપીને ખુશ્બુબેનને મરવા માટે મજબૂર કરી દેતા તેમણે ગત રાત્રીના મધ્યરાત્રીએ એસીડ ગટગટાવી લીધું હતું.

બાદમાં ખુશ્બુબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...