રાણા કંડોરણાના રાજકવિ ભૂધરજી લાલજી જોષી કે જેની રચનાઓનો આસ્વાદ બે હાથે પીને માણી શકાય છે. ગઈકાલે તા. 2/5 રોજ રાણાકંડોરણા ગામે રાજકવિના માર્ગનું નામકરણ અને તકતીનું અનાવરણ કુતિયાણા-રાણાવાવનાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાંધલભાઈએ જણાવ્યું હતું કે, રાજકવિની ઉત્કૃષ્ટ રચનાઓ દ્વારા સમગ્ર રાણા કંડોરણા ગામ અને પોરબંદર પંથકની સાહિત્ય ક્ષેત્રે એક આગવી ઓળખ ઊભી થઈ છે.
આ રાજકવિના માર્ગનું નામકરણ થકી સૌ કોઈ આ વિરલ-વ્યક્તિત્વને હરહંમેશ યાદ રાખશે. જેમનું સાહિત્ય હદયની આરપાર શબ્દ એ શબ્દ વીંધી નાખે તેવું ઉત્કૃષ્ટ સાહિત્યનાં દુહાઓ, છંદ રૂપી લોક ભોગ્ય સાહિત્યને બિરદાવતા ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત માં લીરબાઈ આઈ રથયાત્રા-2022 નાં સમાપન સમારોહ પ્રસંગે સમસ્ત રાણા કંડોરણા ગામ તેમજ ગામનાં વરિષ્ઠ આગેવાનો દ્વારા ચાર રસ્તાથી જૂનાં બસ સ્ટેન્ડવાળા માર્ગને રાજકવિ ભૂધરજી લાલજી જોષી માર્ગ એવું નિર્ધારણ થયુ હોવાથી નામ આપવામાં આવ્યુ છે.
આ પ્રસંગે રાજકવિનાં પરીવારમાંથી નલીનભાઈ, અશ્વિનભાઈ, પાર્થભાઈ, અમિતભાઈ, કંદર્પભાઈ અને જનક ભાઈ તથા મનીષભાઈ ઉપસ્થિત રહી ધારાસભ્ય કાંધલભાઈને સાલ ઓઢાડી તથા પુષ્પમાલાથી સ્વાગત કર્યું હતું. આ તકે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.