રાણા કંડોરણાના શિક્ષકે ઇન્ટરનેશનલ સાયન્સ કોંફરન્સમાં હર્બલ થેરાપી ફોર ઇનડાયમેશન રિસર્ચ પેપર રજૂ કરતા આ પેપરને બિરદાવી આ શિક્ષકને બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન એવોર્ડ મળતા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
રાણા કંડોરણાના એમ.એમ.કે. હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક અમિત જગતિયાએ સુરત મુકામે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ આયોજિત ઈન્ટરનેશનલ કોંફરન્સ 2022મા પોતાનું આગવું રિસર્ચ પેપર હર્બલ થેરાપી ફોર ઇનડાયમેશન રજૂ કર્યું હતું. આ પેપર રજૂ કરતા વિશ્વ વ્યાપી યુવા વૈજ્ઞાનિકોની આ કોંફરન્સમાં બહુમાન કરી બિરદાવવામાં આવેલ છે.
યુવા વિજ્ઞાન શિક્ષક અમિત જગતિયાએ આયુર્વેદમાં ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય કરી બહુમાન મેળવતા આ શિક્ષકે જિલ્લાનું ગૌરવ વધારતા આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી કેશુભાઈ રાતીયા તેમજ શાળાના સ્ટાફ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ લોકોએ શિક્ષકને શુભેરછાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છેકે વિજ્ઞાન શિક્ષક અમિત જગતિયા રાણા કંડોરણાની એમ.એમ.કે. હાઈસ્કૂલના આચાર્ય તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.