તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:રામાયણ એ ભગવાન રામનું વાંગ્મય સ્વરૂપ છે

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્મણજીનું વ્યક્તિત્વ આકાશરૂપ છે, ભરતજીનું વ્યક્તિત્વ ઉદધિ જેવું, ઉંડાણ છે : ભાઈશ્રી

જેમ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે તેમ રામાયણ એ ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ છે. આપણે તો અન્નને પણ બ્રહ્મની ઉપમા અપાઈ છે. માટે જ આપણે ત્યાં રામરોટી શબ્દ છે. અહીં તો રામકથારૂપી રોટી છે, તેમાં ભરતના રામપ્રેમરૂપી પીયૂષ-અમૃત વગર આવી રોટી શક્ય ન બને અર્થાત્ તૃપ્તિ ન આવે. એ જ રીતે રામકથારૂપી રોટી દ્વારા આધ્યાત્મિક ક્ષુધાને તૃપ્ત કરે છે, એમ સંત શ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં ત્રીજા દિવસે, સોમવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સંત શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથા દરમ્યાન ભાઈશ્રીએ જણાવ્યું કે ભરતનું જીવન પણ સમુદ્ર જેવું ગંભીર છે.

ભીતરથી ગંભીર છે. લક્ષ્મણજીનો રામપ્રેમ સૌને દેખાતો હતો, પરંતુ ભરતજીનો રામપ્રેમ સૌને દેખાતો નહોતો. ભરતજીના ગુપ્તપ્રેમને પ્રગટ કરવા માટે મંથન જરૂર છે, કેમ કે સમુદ્ર અગાધ છે. લક્ષ્મણજીનું વ્યક્તિત્વ આકાશરૂપ છે. જ્યાં ત્યાગ-સમર્પણની ઊંચાઈ છે તો ભરતજીનું વ્યક્તિત્વ ઉદધિ જેવું, ઊંડાણ છે. પ્રેમમાં ઊંડાણ છે. ધીર-ગંભીર છે. ભરતજી સમાજથી જરા અલગ ચાલે છે. તુલસીદાસજી કહે છે જો ત્રણ વસ્તુ નહી હોય તો કથા ભલે સાંભળી લીધી, પરંતુ સમજાશે નહી. એક શ્રદ્ધાનું સંબલ, બીજી સંતોનો સાથ અને ત્રીજી શ્રી રામ ચરણોમાં પ્રેમ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો