તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:રેલી, શાહીસ્નાનથી કોરોના વકર્યો, ભાઇશ્રી

પોરબંદર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ આ સમય રાજકારણ કરવાનો નથી, આવનારા લોકડાઉનમાં કોઈ ભૂખ્યું ન મરે તે માટે સરકાર આયોજન કરે : પૂ. ભાઇ શ્રી રમેશભાઈ ઓઝા
 • સિવિલ હોસ્પિટલમાં સાંદીપની દ્વારા 20 હજાર લિટર ક્ષમતા વાળી ઓક્સિજન ટેન્ક અપાઈ અને દરેક બેડ પર સુરક્ષિત પાઇપલાઇન ફિટિંગનું કામ શરૂ, 25 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન આપ્યા

શાસન પ્રશાસને 5 માસ વેડફી નાખ્યા, રેલી, શાહીસ્નાન કરવાની જરૂર ન હતી, આવનારા લોકડાઉનમાં કોઈ ભૂખ્યું ન મરે તે માટે સરકાર આયોજન કરે તેવું આંતર રાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું. પોરબંદર સિવિલમા સાંદીપની દ્વારા 20 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આપવામાં આવી છે. જે તા. 8 ના રોજ આવી જશે હાલ સિવિલમાં દરેક બેડ પર સુરક્ષિત રીતે પાઇપલાઇન ફિટિંગનું કામ શરૂ કરાતું છે. 25 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન આપ્યા સાંદિપની દ્વારા આપવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય કથાકાર એવા પૂ. રમેશભાઈ ઓઝાની કર્મભૂમિ પોરબંદર ખાતે આવેલ સાંદિપની દ્વારા હાલની કોરોના મહામારી વચ્ચે પોરબંદરની સિવિલમાં 20 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ટેન્ક આપવામાં આવી છે. આ ટેન્ક તા. 8મેં ના રોજ આવશે. હાલ સિવિલ ખાતે ફાઉન્ડેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં દરેક વોર્ડમાં બેડ સુધી પાઇપલાઇન ફિટિંગનું કામ ચાલી રહ્યું છે. જેમાં ભવિષ્યમાં મુશ્કેલી ન સર્જાય તે માટે કોપરની સુરક્ષિત પાઇપલાઇન ગોઠવવામાં આવી રહી છે. આ ટેન્ક સહિત નું અંદાજે રૂ. 60 લાખનું કામ થાશે તેવું ભાઈશ્રીએ જણાવ્યું હતું.

હાલ દર્દીઓને ઓક્સિજનની તકલીફ ન પડે તે માટે 25 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન સાંદિપની દ્વારા સિવિલમાં અને જરૂર પડે ત્યાં આપવામાં આવશે છે. આ એક મશીનની કિંમત અંદાજે 35 થી 40 હજાર રૂપિયાની છે. આ મશીન હવા માંથી ઓક્સિજન બનાવે છે. પ્રશાસનને પૂછીને ડો. ભરત ગઢવી, ડો. ગાંધી, ડો. કમલ મહેતા સાથે રહી સહકાર આપી રહ્યા છે. પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પ્રભાવિત રીતે ફેલાયું છે અને શાસન પ્રશાસન અસહાય અનુભવતા હોય તેવું લાગે છે.

વધુમાં જણાવ્યું હતું કે આ મહામારીમાં નેતાઓ રાજનીતિ છોડી સહયોગ કરી પ્રજાના ઉપીયોગ માટે સક્રિય થાય તે જરૂરી છે. શાસન પ્રશાસને 5 માસ વેડફી નાખ્યા છે. પ્રજાની પણ બેદરકારી છે. ગાઈડલાઈનના પાલનને બદલે કોરોના ગયો તેવું વિચારી બેઠા હતા. શાહી સ્નાન બંધ રાખવાની જરૂર હતી. રેલીઓ કરવાની જરૂર ન હતી. પૂર્વ તૈયારીમાં નબળા પડ્યા છે.

કોરોનાની ચેન તોડવા જાણકારોએ વધુ લોકડાઉન રાખવાનું કહ્યું છે જેથી લોકડાઉનની તૈયારી રાખવી પડશે. જેમાં કોઈ શ્રમિક, ગરીબ વર્ગ ભૂખ્યું ન મરે તેનું સરકારે આયોજન કરવું પડશે. હાલ નો સમય રાજકારણ કરવાનો નથી. સહકાર આપી આક્ષેપબાજી બંધ કરી, દોષારોપણ છોડી પ્રજાને ઉપીયોગમાં આવવા સક્રિય થાવાની જરૂર છે. શાસન પ્રશાશનથી ઘણી ભૂલો થઈ છે તેવું પણ પૂ. ભાઈએ જણાવ્યું હતું.

લોકડાઉન દરમ્યાન ઉદ્યોગકારો મજૂરોને છુટા ન કરે : પૂ. ભાઈ
લોકડાઉન સમયે ઉધોગકારોએ મજૂરોને છુટા ન કરવા, એ કમાઉ દીકરા છે. મજૂરો વ્યવસાયિક પરિવાર છે. અત્યારે સમય છે રૂપિયા વાપરવાનો. રૂપિયા ક્યારે કામ આવશે.

સાંદિપની દ્વારા અનાજ કિટનું વિતરણ થશે
હાલ રાત્રી કરફ્યુ છે ત્યારે ગરીબ વર્ગ માટે સાંદિપની દ્વારા અનાજની કિટો તૈયાર કરવામાં આવી રહી છે. હજ્જારો કીટ સાંદિપની દ્વારા વિતરણ કરવામાં આવશે તેવું પૂ. ભાઈએ જણાવ્યું હતું.
વેક્સિન માટે ધાર્મિક અંધશ્રદ્ધાએ લોકોને રોક્યા હતા : રમેશભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં લોકો વેકશીન લેવા તૈયાર ન હતા. કેટલાક લોકોએ અફવા ફેલાવી હતી, ધાર્મિક અંધશ્રદ્ધાએ વેકશીન લેવા રોક્યા હતા. હવે વેકશીન લેવા લોકો તૈયાર થયા છે.
કોરોના અંગે મનમાંથી ભય કાઢો, ચિંતન કરો-ભાઈશ્રી : પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે કોરોના અંગે કાળજી રાખવાની જરૂર છે. મન માથી ભય કાઢી ચિંતન કરો. કોરોનાના લક્ષણ દેખાય તો તબીબની સલાહ લો, કવોરંટાઇન થાવ, ઘરમાં રહો, માસ્ક પહેરી કંટાળો નહિ. સાંદિપની સભા ગૃહમાં સત્સંગ ચાલુ કર્યુ છે. તેનો લાઈવ લાભ લેજો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો