પોરબંદર જિલ્લાના મોકર, ટુકડા(ગોસા) અને ભડ ગામના લોકોના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ત્રણે ત્રણ ગામના પ્રીમિયમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકલ્યાએ ફરવા અંગે જાહેરાત કરી હતી. પોરબંદર જિલ્લાના મોકર, ટુકડા (ગોસા) અને ભડ ગામને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા ગ્રામ યોજના હેઠળ દતક લેવામાં આવ્યા છે. સાંસદ રામભાઈ દ્વારા ગત 10 જાન્યુઆરીના રોજ આ ત્રણેય ગામની મુલાકાત લેવામાં આવી હતી.
તેમની આ મુલાકાત દરમિયાન ગામના ચાર્જ અધિકારી, પ્રાંત અધિકારી તથા ત્રણેય ગામના સરપંચ તથા વિશાળ સંખ્યામાં ગામ લોકો હાજર રહેલા હતા. આ અધિકારીઓએ ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડ્યંગ હતું અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા.
આ વીમા યોજના હેઠળ ત્રણેય ગામના દરેક કુટુંબનું જે પ્રીમિયમ ભરવાનું થશે તે સંસદ રામભાઈ મોકરીયા પોતે ભરશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત રામભાઈ મોકરીયા દ્વારા પંડિત દિનદયાળ આવાસ યોજના, ઝુંપડા વીજળીકરણ યોજના, માતૃશક્તિ વંદના યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને ફીટ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.