વિકાસ:રાજકોટ-કાનાલુસને ડબલ રેલ્વે લાઇન બનાવવાની મંજુરી મળી

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ લાઇન ડબલ થતા પોરબંદર સાથે જોડાયેલી તમામ ટ્રેનનો સમય બચશે

કાનલુસથી રાજકોટ સુધીની રેલ્વે લાઇનને ડબલ લાઇન કરવાની મંજૂરી મળી ગઇ છે અને આ લાઇન ડબલ થઇ જવાના લીધે પોરબંદરથી ઉપડતી અને પોરબંદર આવતી તમામ ટ્રેનનો સમય બચી જતા મુસાફરોને મુસાફરીના કલાકો ઘટી જશે. કેન્દ્રના મંત્રી મંડળ દ્વારા કાનાલુસથી રાજકોટ સુધીની 111.20 કી.મી. લાંબી રેલ્વે લાઇનને 1168.13 કરોડ રૂપિયાના ખર્ચે ડબલ લાઇન કરવાની કામગીરીને મંજૂરી આપી દીધી છે.

આ યોજના આગામી 4 વર્ષમાં પૂરી કરવામાં આવશે. જેને લીધે કાનાલુસથી રાજકોટ જતી અને રાજકોટથી કાનાલુસ આવતી ટ્રેન માટે અલગ-અલગ લાઇન બની જવાથી આવક-જાવક બંને તરફ ટ્રેનની મુસાફરીના સમયની બચત થશે. આ લાઇન પર ચાલતી અનેક માલગાડીઓ ઉપરાત લગભગ 30 જેટલી મુસાફરોની ટ્રેન અવર-જવર કરે છે.

જેમાં પોરબંદરથી સમગ્ર દેશમાં વિવિધ સ્ટેશનો પર જતી અને દેશના તમામ સ્ટેશનો પરથી પોરબંદર આવતી મેલ એકસપ્રેસ ટ્રેનનો સમાવેશ થઇ જાય છે. જેને લીધે આ લાઇન બની જતા પોરબંદર સ્ટેશનની ગાડીઓને મોટો ફાયદો થશે અને સમયની બચત થતા પોરબંદર આવતા અને પોરબંદરથી જતા મુસાફરોના મુસાફરીના સમયમાં મોટી બચત થશે.

અન્ય સમાચારો પણ છે...