પોરબંદરમાં વરસાદી માહોલ:જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, માછીમારોને દરીયો ન ખેડવા અપાઈ સુચના

પોરબંદર19 દિવસ પહેલા

હવામાન વિભાગ દ્વારા પોરબંદર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામા પણ આગાહીના પગલે બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ મીની વાવાઝોડા જેવા ભારે પવન સાથે વરસાદ વરસતા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરતા લોકોને ભારે ઉકળાટ અને ગરમથી રાહત મળી હતી.

ખેડુતો માટે આશીર્વાદ રૂપ વરસાદ
પોરબંદર સહીત રાજ્યભરમા ખેડુતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામા આવ્યુ છે. જેમાં મગફળી, કપાસ, સોયાબીન અને અડદ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે વરેસાદે 15-20 દિવસથી વિરામ લીધો હતો, જેના કારણે ખેડુતોના ઉભા પાકને પિયત કરવાની ફરજ પડી રહી હતી. ખેડુતો દ્વારા સિંચાઈ માટે ડેમ અને કેનાલ તેમજ સ્થાનિક બોર અને કુવામાંથી પિયત કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે આજે ફરી વખત જિલ્લામાં મેઘ મહેર થતા જિલ્લાના ખેડુતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યોં છે.

માછીમારોને દરીયો ન ખેડવા સુચના
વરસાદી વાતાવરણ વચ્ચે રાજ્યના મત્સોદ્યોગ કમિશ્નરની કચેરી દ્વારા માછીમારોને સુચના આપવામા આવી છે કે, દરીયો તોફાની થતા વરસાદ તેમજ ચક્રવાતના કારણે 10 થી 13 સપ્ટેમ્બર સુધી માછીમારી કરવા બોટ ન જાય તે માટે બોટોને ટોકન ઈસ્યુ કરવાનુ બંધ કરવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...