ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા:ભોમિયાવદર, સીમર, રાણા રોજીવાડા સહિતના ગામમાં શનિવાર સાંજથી ભારે પવન સાથે વરસાદ

બગવદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાન : 1થી દોઢ ઇંચ વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ભોમિયાવદર, સીમર, રાણા રોજીવાડા સહિતના ગામોમાં શનિવાર સાંજથી વરસાદ ખાબકતા મગફળીના પાથરા સહિત પાક પલળી જતા ખેડૂતોને નુકશાન થવાની ભીતી સર્જાઈ છે. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના ભોમિયાવદર, સીમર અને રાણા રોજીવાળા સહિતના ગામોમાં શનિવારે સાંજના સમયે અડધો થી પોણો ઈંચ વરસાદ પડયો હતો અને ગઇકાલે રવિવારે ભારે પવન સાથે ફરીથી આ જ વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતોએ વરસાદ પહેલા આગોતરું મગફળીનું વાવેતર કરેલ હતું, તે મગફળી ઉપાડવાનું કામ ચાલુ હતું તે દરમિયાન એટલા જ વિસ્તારમાં બે દિવસ સુધી સાંજના સમયે વરસાદ થતાં ઉપાડેલ મગફળીના પાથરા પલળી ગયા હતા અને મગફળી ઉપાડતી વખતે જે મગફળી જમીનમાં તૂટી જાય છે તે પાક માં ખૂબ જ મોટી નુકસાની ખેડૂતોને આવેલ છે.

વધુમાં પાથરા પલળવાથી જે મગફળીના પાંદડા હોય તે પણ સડી જવાથી પશુઓને ખાવા લાયક રહેતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો મગફળી ઉપાડી તેના ડાળીઓ સહિત પાનનો ઢગલો કરે છે. ખેડૂતોની ભાષામાં તેને મગોટુ કહેવામાં આવે છે અને પશુઓને તે આખું વર્ષ ખાવામાં ઉપયોગી હોય છે પરંતુ વરસાદ વરસતા મગફળીના ઉપાડેલા પાથરા પલળવાથી ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાનીની શક્યતા જોવા મળે છે. આ વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદથી નુકશાન વેઠવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...