તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:જિલ્લામાં વરસાદી ઝાપટાં, કુતિયાણામાં 11, રાણાવાવમાં 8 મીમી વરસાદ, માધવપુરમાં ઝાપટું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજા રીસાયા હોય તેમ આજે પણ સમગ્ર પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં ઓણસાલ વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેમ વરસવાનું નામ લેતો નથી. સમગ્ર જિલ્લામાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ડોળ સર્જાતા વરસાદ વરસે તેવી આશા બંધાઇ હતી પરંતુ વરસાદ ઝરમર ઝરમર છાંટા સ્વરૂપે વરસીને આરશી ગયો હતો. જેને પગલે જિલ્લાના કુતિયાણામાં આજે 11 મીમી, રાણાવાવમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. જયારે કે માધવપુરમાં 1 ઝાપટું સારું એવું વરસી ગયું હતું જેને લીધે રસ્તા ભીના થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...