કાર્યવાહી:માધવપુર, ગોરસર, બળેજ ગામે ખનીજ વિભાગના દરોડા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથ્થર કટીંગની ચક્કરડી, ઓવરલોડ ભરેલ ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોરબંદર જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, ત્યારે ખનીજ વિભાગના તંત્ર દ્વારા અવાર નવાર દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. અને દરોડા પાડી અનઅધિકૃત રીતે ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે, ત્યારે વધુ એક વખત કલેકટરના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગના તંત્રએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. માધુવપુર વિસ્તારમાં બિન અધિકૃત ખનીજ ચોરી ઝડપી પાડી હતી. માધુવપર ખાતે બે ચકરડી મશીન ઝડપી પાડયા હતા. અને ખાડાની માપણીની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોરસર માધવપુર હાઈવે પર ચેકિંગ દરમિયાન સાદી રીતે ઓવરલોડ ભરેલ ટ્રક સીજ કરાયો છે.

દેવડા ગામે હિટાચી મશીન તથા એક ટ્રેક્ટર થી બિન અધિકૃત રીતે મોરમ- કાંપની ચોરી કરનારને ઝડપી પાડી મશીનરી સહિત સીઝ કર્યા છે. ઉપરાંત બળેજ ગામ ખાતે દરોડા પાડી બે ટ્રક સીઝ કર્યા છે. બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન કરતા ત્રણ ચકરડી મશીન સીઝ કરી નવી બંધ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. ખનીજ વિભાગ તંત્ર દ્વારા ડ્રોનથી તપાસ કરાઈ છે.

આમ પોરબંદર જીલ્લામાં વધુ એક વખત ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ખનીજ વિભાગના તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. પાંચ ચકરડી, એક હિટાચી મશીન, ચાર ટ્રક સહિતનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...