તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ રેડિયો દિન:પત્રકારો માટે રેડિયો એક પ્લેટફોર્મ હતું, સિનિયર સિટીઝનોએ રેડિયોના માધ્યમ અંગે ભૂતકાળના સ્મરણો તાજા કર્યા

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
દુનિયાભરમાં માહિતીના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. - Divya Bhaskar
દુનિયાભરમાં માહિતીના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
 • 5 દાયકા પહેલાં સમાચારના માધ્યમ એવા રેડિયોની રસપ્રદ વાતો વાગોળી

13મી ફેબ્રુઆરીએ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે.ત્યારે 5 દાયકા પહેલાં રેડિયો સમાચાર અને મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ હતું. પોરબંદરના સિનિયર સિટીજનોએ રેડીયોના માધ્યમ અંગે ભૂતકાળની યાદો તાજા કરી યુવાનોને રેડીયોના સમયની વાતો વાગોળી હતી.5 દાયકા પહેલાં એક સમય હતો જ્યારે જીવનમાં રેડિયાનું ખાસ્સું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો. પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ સોસીયલ મીડિયાના યુગમાં રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો.

13 ફેબ્રુઆરીના રોજ રેડિયો દિવસ છે ત્યારે પોરબંદરની રેડક્રોસ કચેરી ખાતે જૂની પેઢી ના વડીલો એ આજ ની યુવા પેઢી ને રેડિયોના ભૂતકાળના સમયમાં મહત્વ વિષે જાણકારી આપી રેડિયોના એ સમયના ભૂતકાળને જીવંત કરી જણાવ્યું હતું કે 5 દાયકા પહેલાં રેડિયો સાંભળવાનો અનેરો આનંદ હતો. એ સમયે જેની પાસે રેડિયો હોઈ તે ઘરની બહાર ઉભી નિર્દોષ પને રેડિયો સાંભળી ગીતો, મનોરંજન અને દેશના સમાચારો ઉપરાંત ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા થાકતા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો