શિકાર:કેશવનાં રેવન્યુ વિસ્તારમાંથી સસલાનો શિકારી ઝડપાયો, કેશવનાં રેવન્યુ વિસ્તારમાંથી સસલાનો શિકારી ઝડપાયો

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર તાલુકાના કેશવ ગામે રેવન્યુ વિસ્તાર માંથી મૃત સસલાને પ્લાસ્ટિકની બેગમાં ભરી લઇ જનાર શખ્સને વનવિભાગ અધિકારીએ ઝડપી લઈ રૂ. 25 હજારનો દંડ વસુલ કર્યો છે.

પોરબંદર તાલુકાના બગવદર ગામે રહેતો નવઘણ પરબત પરમાર નામનો શખ્સ કેશવ ગામના રેવન્યુ વિસ્તાર માંથી પસાર થયો હતો, તે દરમ્યાન વન વિભાગે તપાસ કરતા આ શખ્સ ના કબ્જા માંથી પ્લાસ્ટિકની બેગમાં રાખેલ મૃત સસલું મળી આવ્યું હતું.

આ શખ્સે ગેર ધોરણે સસલાનો શિકાર કર્યો હતો, વન વિભાગની ટીમે શખ્સને ઝડપી લીધો હતો અને આ ગુન્હા બાબતે નાયબ વન સંરક્ષક ડી.જે. પંડિયાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી અધિનિયમ મુજબ ગુન્હો નોંધી આ શખ્સ પાસેથી રૂ. 25 હજાર દંડ વસુલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...