ધારાસભ્યનો જીવ જોખમમાં:પોરબંદરમાં ફેસબુક પોસ્ટ મૂકી ધારાસભ્યને મારી નાખવાની ધમકી આપી; ધારાસભ્યએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાને જાનથી મારી નાખવા અંગે ધમકી મળતા શહેરભરમાં ભારે ચકચાર મચી ગયો છે. ધારાસભ્ય બાબુ ભીમા બોખીરીયાએ શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કે આંબારા ગામના શખ્સે સોશિયલ મીડિયા મારફતે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

ફેસબુક પોસ્ટ મૂકી જાનથી મારી નાખવાની આપી ધમકી
ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 04/08/2022 પહેલા કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેમાં આરોપીએ પોતાની Lakhanashi Deva Odedara નામની ફેસબુક આઈડીમાં ધારાસભ્યના નામની અભદ્ર ભાષામાં પોસ્ટ મૂકીને ફરિયાદી ધારાસભ્ય બાબુ બોખીરીયાનો પ્રોગ્રામ કરી નાખવો એટલે કે મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી.

પોલીસે આરોપીની અટકાયત કરી
ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને ફરિયાદ નોંધાયા બાદ આરોપી લાખણશી દેવા ઓડેદરા નામના શખ્સની કમલાબાગ પોલીસે અટકાયત કરી છે.આરોપી લાખણશી દેવા ઓડેદરા વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ૧૧૨૧૮૦૦૯૨૨૦૪૩૯/૨૨ IPC કલમ ૫૦૪,૫૦૭ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...