માંગ:વાઘેશ્વરી પ્લોટમાં સ્પીડબ્રેકર મૂકો, વાહન ચાલકોનો ત્રાસ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુર ઝડપે વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરો

પોરબંદરનો વાઘેશ્વરી પ્લોટ વિસ્તાર પોસ વિસ્તાર છે. નાગદેવતા મંદિરથી સર્કલ અને ત્યાંથી દુધેશ્વર મંદિર તરફનો સીધો રસ્તો આવેલ છે. આ વિસ્તાર રહેણાંક વિસ્તાર છે અને નાના બાળકો રમતા હોય તેમજ રાહદારીઓ પસાર થતા હોય ત્યારે કેટલાક તત્વો ધૂમ સટાઇલમાં પુર ઝડપે વાહન ચલાવી પસાર થાય છે. જેથી અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

જો આ વિસ્તારમાં મંદિર પાસે તેમજ મહત્વના રસ્તે સ્પીડબ્રેકર મુકવામાં આવે તો વાહન ચાલકો વાહનની ગતિ ધીમી કરી શકે અને અકસ્માત રોકી શકાય. જેથી આ વિસ્તારમાં તાકીદે સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરે કરી છે ઉપરાંત આ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે જેથી પુર ઝડપે વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરી શકાય તેવી પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...