જિલ્લામાં આવેલ ચેકપોસ્ટ પર પ્રામાણિક પોલીસ કર્મીઓ મુકવામાં આવે તેવી એડવોકેટ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. પોરબંદરના મિયાણી ચેકપોસ્ટ પરથી મહિલા એએસઆઈ રૂ. 500ની લાંચ લેતા ઝડપાયા છે ત્યારે એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી જણાવ્યું છેકે, જિલ્લાની ચેકપોસ્ટ પર મોટાભાગે હોમગાર્ડ અને ગ્રામરક્ષકદળના જવાનો વાહન ચાલકો, યાત્રાળુ ટેમ્પો, બસો ને રોકાવી કોઈ પણ બહાને હેરાન કરી લાંચ લેતા હોવાનું જાણવામાં આવ્યું છે. રેગ્યુલર ચાલતા વાહનો, બસો પાસેથી રેગ્યુલર હપ્તા લેતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે.
જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર તેમાં પણ કોસ્ટલ પરની ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ છે. આથી ત્યાં એસઆરપી અને પ્રામાણિક પોલીસ જવાનોને મુકવા જોઈએ જેથી સુરક્ષા અકબંધ રહે. ચેકપોસ્ટ પરથી લાંચ લેવામાં આવતી હોય જેથી વાહનો મારફત દારૂનો જથ્થો તથા ગેરકાયદેસર વસ્તુઓ ધુસણખોરી કરી શકે છે જે પ્રવૃત્તિ બંધ થાય તે માટે તાકીદે ચેક પોસ્ટ પર હોમગાર્ડ અને ગ્રામરક્ષકદળ ને બદલે પ્રામાણિક પોલીસ અને એસઆરપી જવાન રાખવામાં આવે માંગ સાથે એડવોકેટ ભનુભાઈએ રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.