પોરબંદરમાં રાષ્ટ્રીય હિન્દૂ રક્ષા સેના દ્વારા યુવાનોની જાગૃતતા માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાંજે 7થી 11 વાગ્યા સુધી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમા રાષ્ટ્રવાદી હિંદુ પ્રખર વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ સભાને સંબોધન કર્યું હતું.
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે પોતાની આગવી શૈલીમા સભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રથી મોટુ કોઈ નથી ભલે પછી કોઈની પાસે ગમે તેટલુ ઉંચુ પદ હોય રાષ્ટ્ર સર્વોપરી છે અને આ 2022ની ભારતને કોઈ મૂર્ખ નહીં બનાવી શકે, સહિતના વિવિધ વિષયો પર પોતોનુ વકતવ્ય આવ્યુ હતુ.
કશ્મીરમા થયે રહેલા ટાર્ગેટ કિલીંગની ઘટનાને લઈને દેશભરમા રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે જણાવ્યુ હતુ કે, ટાર્ગેટ કિલીંગનો પ્રશ્ન હલ કરવા માટે ટાર્ગેટ કિલીંગ કરનારને ટાર્ગેટ કરવા જરૂરી છે. આતંકીઓની પાછળ મુફ્તી અને અબદુલ્લા છે જે પોલીટીકલ ટેરરીસ્ટ છે. જેથી કશ્મીરમાં મહેબુબા મુફ્તી તેમજ ફારુક અબ્દુલ્લાને બમથી ઉડાવી દેવા જોઈએ તો જ કશ્મીરની સમસ્યાનો પ્રશ્ન હલ થશે.
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે ભાજપના પ્રવક્તા નુપુર શર્માને લઈને પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યુ હતુ કે, નુપુર શર્મા જે બોલી છે તે તથ્ય પર બોલી છે અને તમામ સનાતની હિન્દુઓએ સાથે રહેવાનો સમય છે અને આ સમયે તેમના એકલા ન છોડી શકાય. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠના વક્તવ્યને સાંભળવા મોટી સંખ્યામા શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.
પોરબંદરમાં પ્રથમ વખત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું વ્યાખ્યાન યોજાયું હોવાથી સમગ્ર હિંદુ સમાજમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદરના સંગઠનના પ્રમુખ દિવ્યેશ જુંગી, મૃગેશ જુંગી, લીલાભાઈ મોઢવાડીયા, વીનેશ મકવાણા સહિતના યુવાનો જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.