તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરના કાન્તીલાલ વેલજી પાંજરીએ વોરાવાડ વિસ્તારમાં આવેલી એક મિલકત ખરીદ કરવા માટે તા. 4/2/2005 નાં રોજ રજીસ્ટ્રર સાટા દસ્તાવેજ કરેલું હતું. અને તે દસ્તાવેજમાં પાકુ અધાટ વેચાણ દસ્તાવેજ કરવાની મુદત તા. 43/2005 નકકી થયેલી હતી. પરંતુ તે દરમ્યાન ખરીદનાર દ્વારા દસ્તાવેજ કરાવી લેવા કોઈ પ્રયત્ન ન કરતા મિલકતના માલીક ઈકબાલહુસેન અબ્બાસભાઈ દ્વારા આ મિલકત પોરબંદરના મેરામણ રાણા ને અધાટ વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી નાંખેલુ હતું. અને ત્યારબાદ સાટા દસ્તાવેજ કરનારે કાન્તીલાલ પાંજરી દ્વારા પોરબંદરની કોર્ટમાં સાટાખતનો અમલ કરવાનો તથા થયેલ દસ્તાવેજ રદ કરવાનો દાવો કરેલો હતો. અને તે દાવો પોરબંદરની કોર્ટમાં ચાલી જતા તેના નવા ખરીદનાર મેરામણ રાણાભાઈ વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા વિગતવારની દલીલ કરતા જણાવેલ કે, નવા ખરીદનાર શુધ્ધબુધ્ધિના ખરીદનાર છે.
અને અગાઉના સાટા દસ્તાવેજની તેને કોઈ માહિતી જ ન હતી. એટલુ જ નહીં સાટા દસ્તાવેજનો અમલ કરવાની મુદત પુરી થયા બાદ 9 મહીના પછી હાલનો દાવો કરેલો હોય અને તે રીતે મેરામણ રાણાભાઈ દ્વારા મિલ્કત ખરીદ કરેલ ત્યારે એટલે કે,તા. 17/05/005નાં રોજ કોઈ સાટાખત અમલમાં હતું કે, કોર્ટમાં કોઈ દાવો પણ પેન્ડીંગ ન હતો. અને તે રીતે સાટાખત કરનાર દ્વારા તે અન્વયે છાપામાં પણ કોઈ જાહેરાત પ્રસિધ્ધ કરાવી મિલ્કત સંબંધે કોઈ વાંધો દર્શાવેલ નહીં કે, દસ્તાવેજ કરાવી લેવા માટે કોઈ નોટીસ પણ કરેલ નહીં.
ખરીદનાર દ્વારા જયારે દસ્તાવેજ કર્યું ત્યારે સાટાખત નો સમય પુરો થઈ ગયેલો હોય અને કોર્ટમાં કોઈ દાવો ન હોય અને તે રીતે Eclla કરતા કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા એડવોકેટની દલીલ ધ્યાને રાખી સાટાખત કરનાર કાન્તીલાલ વેલજી પાંજરી કે જે ચાલતા કામે ગુજરી ગયેલા હોય તેથી તેના વારસો નો દાવો કોર્ટે રદ કરેલ છે. અને તે રીતે રજી. સાટા દસ્તાવેજ હોય તો પણ મુદત પુરી થઈ ગયા બાદ ખરીદનારનો કોઈ હકક રહેતો નથી. તેવુ આ ચુકાદાથી પ્રસ્થાપીત થયેલ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.